Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જામનગરમાં 2 વર્ષના બાળકનું સફળ રેસ્ક્યુ થયુ છે. જેમાં 9 કલાકના રેસ્ક્યુ પછી બાળકને બહાર કાઢવામાં સફળતા મળી છે. રાજુના રેસ્ક્યુ બાદ જીજી હોસ્પિટલ ખસેડાયો છે. પરપ્રાંતિય પરિવારનું બાળક રમતા-રમતા બોરમાં પડી ગયુ હતુ. ગોવાણા ગામે વાલોર વાડી વિસ્તારમાં બનાવ બન્યો હતો.

વહીવટી તંત્ર, 108, ફાયરની ટીમની કામગીરી સફળ થઇ

વહીવટી તંત્ર, 108, ફાયરની ટીમની કામગીરી સફળ થઇ છે. જેમાં રામ રાખે તેને કોણ ચાખે કહેવત યથાર્થ ઠરી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરવેલમાં 2 વર્ષીય બાળક રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી હતી. આખરે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા ભારે જહેમત પછી બાળકને બચાવી લેવામાં આવ્યું છે અને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

200 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક જમીનથી 12 ફૂટ નીચે ફસાયેલું

ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા હાલ યુદ્ધના ધોરણે બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપેરશન હાથ ધરવામાં આવ્યું હતું. 200 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક જમીનથી 12 ફૂટ નીચે ફસાયેલું હોય રેસ્ક્યુ ટીમ દ્વારા બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો તો બીજી તરફ બોરવેલની બાજુમાં એક વિશાળ ખાડો ખોદીને હાથેથી બ્રેકર વડે બોરવેલમાં જ્યાં બાળક ફસાયું ત્યાંથી તેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ 14 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો

ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ 14 ફૂટ ઊંડો ખાડો ખોદ્યા બાદ સાઈડમાંથી પણ હાથેથી બ્રેકર વડે ખાડો ખોદીને બાળકના હાથ સુધી પહોંચી હતી અને રાહતની વાત એ હતી કે બાળક રેસ્ક્યુ ટીમને પ્રતિસાદ આપી રહ્યું હતું. ફાયર બ્રિગેડના રેસક્યુ ટીમ દ્વારા બોરવેલમાં ફસાયેલા બાળકની નજીક પહોંચીને તેનું મોં સાફ કરવામાં આવ્યું અને ઓક્સિજન પણ આપવામાં આવ્યો હતો. ત્યારપછી બાળકને બોરવેલમાંથી બહાર કાઢીને તેને બચાવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આણંદ જિલ્લાના ખંભાત ખાતે કંપનીમા ઝેરી ગેસ લિકેજ