Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • ફર્લો અરજી પર નિર્ણય લેવાની કે કારણો આપવાની સત્તા જેલ આઈજીપી પાસે જ - હાઈકોર્ટ
  • હાઈકોર્ટનો ચુકાદો, કેદીઓની ફર્લો અરજી પર જેલ આઈજીપીના બદલે વહીવટી અધિકારીઓ નિર્ણય લઈ ન શકે
  • જેલ આઈજીપીના વહીવટી અધિકારી દ્વારા ફર્લો અરજી નકારવાની પ્રથાને બંધ કરો - હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, જેલમાં રહેલા કેદીઓની ફર્લો અરજીઓ પર જેલના આઈજીપી પોતે નિર્ણય લે. જો તે હેડક્વાટરમાં ન હોય તેમના બદલે ડેપ્યુટી આઈજીપી દ્વારા નિર્ણય લેવામાં આવે.  આઈજીપી ઓફિસના વહીવટી અધિકારીઓને ફાઈલ નોટિંગ્સના આધારે પ્રિઝન રૂલ્સ હેઠળ આ પ્રકારનો નિર્ણય લેવાનો અધિકાર નથી.

જો કે, અરજીઓના વધી રહેલા ભારણને ધ્યાનમાં રાખીએ હાઈકોર્ટે જેલ આઈજીપીને મંજૂરી આપી છે કે તેઓ તેમના વહીવટી અધિકારીઓને આ અરજીઓ પર નિર્ણય લેવા માટે હુકમ કરી શકે છે. 

હાઈકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું છે કે, અરજદારે સીઆરપીસીની કલમ 125 હેઠળ બે અલગ અલગ ગુનામાં 480 દિવસની સજા થયેલી છે. અરજદારે એક વર્ષ અને સાત મહિનાની સજા ભોગવી પણ છે. જેલમાં અરજદારની વર્તુણુંક સારી હોવા છતા, તેની ફર્લો અરજીને નકારવામાં આવેલી છે. આ નિર્ણય તર્કહીન જણાઈ રહ્યો છે અને આ નિર્ણય સક્ષમ ઓથોરિટી દ્વારા પણ લેવાયો નથી. ફર્લોને મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયા રૂલ્સના આદેશાત્મક ખરાઈના આધારે જ કરવી જોઈએ. નિયમોમાં જે ઓથોરિટીને સત્તા અપાયેલી છે, તેણે જ નિર્ણય લેવાનો હોય છે. પ્રિઝન રૂલ્સની કલમ (2) હેઠળ જેલ આઈજીપીને આ સત્તા મળેલી છે, તો તેણે જ નિર્ણય લેવાનો હોય છે. જો આઈજીપી ન હોય તો તેમની અવેજીમાં ડેપ્યુટી આઈજીપી દ્વારા નિર્ણય લેવાનો હોય છે. આ અંગે સહી સાથે સીલબંધ કવરમાં અરજદારને જાણ કરો.

કેસની વિગત જોઈએ તો, જેલના વહીવટી અધિકારીએ એક કેદીની ફર્લો અરજીને નકારી દીધી હતી. જેની સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરેલી. આ કેસમાં અરજદારની રજૂઆત હતી કે ફર્લો અરજી જેલ આઈજી ઓફિસના વહીવટી અધિકારીના બદલે આઈજીપી અથવા તો ડેપ્યુટી આઈજીપીને નિર્ણય લેવાનો હોય છે. જો કે, જે તે વિસ્તારમાં બનાવ બન્યો હતો તેના પોલીસ અધિકારીના નકારાત્મક મતના આધારે ફર્લો અરજી નામંજૂર કરાઈ છે.  

આ પણ વાંચો : આ માત્ર 10 મિનિટનુ કામ છે અને પોલીસને વિગત મળતી નથી, વિગતવાર જવાબ રજૂ કરો - હાઈકોર્ટ