Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતથી અયોધ્યા દર્શને જઈ રહેલ ટ્રેન પર પથ્થરમારો થવાના સમાચાર સામે આવ્યા છે. નંદુરબારમાં અયોધ્યા જતી ટ્રેન ઉપર પથ્થરમારો થયો છે. જેમાં નંદુરબાર નજીક S12 કોચમાં પથ્થરમારો થયો છે. ટ્રેનમાં પથ્થરમારો કરતા મહિલાને ઈજા પહોંચી છે. તેમજ દક્ષિણ ગુજરાતના રામ ભક્તો પણ ટ્રેનમાં સવાર હતા. તેમાં હવે નંદુરબાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અયોધ્યા દર્શને જઈ રહેલ કાર સેવકોની ટ્રેન પર કાંકરીચાળો થયો

અયોધ્યા દર્શને જઈ રહેલ કાર સેવકોની ટ્રેન પર કાંકરીચાળો થયો છે. નંદુરબાર નજીક S12 કોચમાં કાંકરીચાળો થયો હતો. જેમાં કાંકરીચાળામાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. દક્ષિણ ગુજરાત પ્રાંતના RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો ટ્રેન દ્વારા અયોધ્યા જઈ રહ્યા હતા. તેમાં નંદુરબાર રેલવે સ્ટેશન સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી છે.

અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી

અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થઈ ગયા છે. ત્યારે 22મી જાન્યુઆરીણા રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરેક રામ ભક્તોની પ્રથમ ઈચ્છા અયોધ્યા જવાની છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આસ્થા ટ્રેન દોડવામાં આવી રહી છે. ત્યારે સુરતથી અયોધ્યા જઈ રહેલી ટ્રેન પર મોડીરાત્રે કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: આણંદમાં નશાખોર ST બસ ડ્રાયવરે અકસ્માત સર્જ્યો