Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો 68મો દિવસ છે. અલ જઝીરાના જણાવ્યા અનુસાર ઇઝરાયલની સેનાએ ગાઝાના લોકો પર ગોળીઓ વરસાવી છે. એક પેલેસ્ટિનિયન વ્યક્તિએ કહ્યું કે ઇઝરાયલના સૈનિકો શાદિયા અબુ ગઝાલા સ્કૂલમાં ઘૂસી ગયા હતા. પેલેસ્ટિનિયનોએ આશ્રય લીધો હતો. સૈનિકોએ બધાને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હતી.

બીજી તરફ ઇઝરાયલના નાણા મંત્રી એલી કેહેનનું કહેવું છે કે સીઝફાયર હમાસ માટે ગિફ્ટ જેવું હશે.

તેનાથી ફરીથી માથું ઊંચું કરવાનો સમય મળશે. ઇઝરાયલના નાણા મંત્રીનું નિવેદન 13 ડિસેમ્બરે યુએનમાં યુદ્ધવિરામ પ્રસ્તાવ પસાર થયા પછી સામે આવ્યું છે.

સમર્થન વિના યુદ્ધ ચાલુ રહેશે

નાણામંત્રી એલી કેહેનની બાઈડેનની ચેતવણીને લઈને કહે છે કે સમર્થન વિના પણ આ યુદ્ધ ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે, અમને વૈશ્વિક સમર્થન મળે કે ન મળે પરંતુ હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલુ રહેશે. તેનો ખાતમો હવે જરૂરી છે. ખરેખરમાં તો 13 ડિસેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ચેતવણી આપી.

બાઈડેને કહ્યું હતું કે ગાઝામાં હુમલાને લઈને ઇઝરાયલ વૈશ્વિક સમર્થન ગુમાવી રહ્યું છે. પીએમ નેતન્યાહુએ યુદ્ધમાં પોતાનું વલણ હવે બદલવું જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ તેની અસર સારી નહીં થાય.

બાઈડેન અમેરિકન બંધકોના પરિવારોને મળ્યા હતા

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ગુરુવારના રોજ સવારે વ્હાઇટ હાઉસમાં એવા પરિવારો સાથે મળ્યા હતા. જેમના સંબંધીઓ પણ હાલ ગાઝામાં આતંકવાદી સંગઠન હમાસની કેદમાં છે. બુધવારે રાત્રે જારી કરાયેલ અહેવાલમાં જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેન અને ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલ પરિવારો વચ્ચેની બેઠક ઉતાવળે ગોઠવવામાં આવી છે.

અહેવાલમાં જણાવાયું હતું કે ગાઝા પર ભારે બોમ્બમારા અને ગ્રાઉન્ડ ઓપરેશનને લીધે ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે અંતર વધવાના સંકેતો મળી રહ્યા છે.બાઈડેને ખુલ્લેઆમ ઇઝરાયલની ટીકા કરી અને ધીરજ રાખવાની સલાહ આપી છે.

 કેટલાક અહેવાલોમાં કહેવાયું છે કે ઇઝરાયલની સેનાએ તે લોકોને પણ નિશાન બનાવ્યા હતા જેઓ શરણાર્થી કેમ્પમાં જઈ રહ્યા હતા. દાવો કરવામાં આવ્યો છે કે ગાઝામાં અત્યાર સુધીમાં 17 થી 18 હજાર લોકો માર્યા છે. બાઈડેનના પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ અમેરિકા સાથે મતભેદ હોવાનું સ્વીકાર્યું.