Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • આ અરજીમાં એડ્વોકેટ જનરલ કોર્ટને મદદ કરે - હાઈકોર્ટ
  • પહેલા ધોરણમાં પ્રવેશ માટેની ઉંમરનો મામલો
  • હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી
  • કેટલા બાળકો અસર પામે છે તે જણાવો
  • પ્રવેશ માટેની વય મર્યાદામાં છ માસની રાહત આપો - અરજદાર

પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે પહેલી જૂને બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થઈ હોવી જરૂરી છે, તે  સરકારી નિયમની કાયદેસરતાને પડકારતી અરજીમાં હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં એડ્વોકેટ જનરલ હાઈકોર્ટને મદદ કરે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી ચોથી જુલાઈએ હાથ ધરાશે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ સચિવ પાસેથી માહિતી મેળવો કે પહેલા ધોરણમાં પ્રવેશ માટેના આ નિયમને લીધે રાજ્યમાં કેટલા બાળકો અસર પામે છે અને આ અંગે જવાબ રજૂ કરો.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે સચિવે મિડીયા સમક્ષ નિવેદન આપેલુ છે કે પહેલા ધોરણમાં પ્રવેશ માટે વયમર્યાદા અંગેના નિયમથી રાજ્યમાં અંદાજે 9 લાખ બાળકો અસર પામશે. જેમને આ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ નહીં મળી શકે અને તેમણે પ્રિ-પ્રાયમરી શાળામાં ફરીથી આ વર્ષ રિપીટ કરવુ પડશે.  જેથીરાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈમાં છ માસની સુધીની રાહત આપો. હાઈકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપે કે 01-12-23ના રોજ જે બાળકોના છ વર્ષ પૂર્ણ થાય છે, તેમને પહેલા ધોરણમાં પ્રવેશ આપવા માટે મંજૂરી આપે.

આ અરજીનો વિરોધ કરતા સરકારી વકીલની રજૂઆત હતી કે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ દેશના તમામ રાજ્યોમાં પહેલા ધોરણમાં બાળકને પ્રવેશ આપવા માટે છ વર્ષની વયમર્યાદા નક્કી કરાયેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવાયેલો છે, સરકારે વર્ષ 2012ના રૂલ્સમાં વર્ષ 2020માં સુધારો કરેલો. જેમાં, આ રૂલ્સના અમલવારી પર ત્રણ વર્ષ સુધી રાહત અપાયેલી. હવે 1-06-2023ના રોજથી તેમનો અમલ શરૂ કરાયેલો છે.

આ રજૂઆત સામે અરજદારના વકીલની રજૂઆત હતી કે આ જાહેરાત તો નવેમ્બર-2022માં કરવામાં આવેલી છે. આ પહેલા તો મોટા ભાગના બાળકોએ પ્રિ-પ્રાયમરીમાં પ્રવેશ મેળવી લીધો હતો. અરજદારના વકીલે બંધારણના આર્ટિકલ 21(એ)ની જોગવાઈઓને ટાંકીને રજૂઆત કરેલી કે સરકારે છ થી 14 વર્ષ વચ્ચેના બાળકને પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવો ફરજીયાત છે.

આ પણ વાંચો : ઓરેવા ગૃપના મેનેજર દિનેશની જામીન અરજી હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ નોટ બિફોર મી કરી