Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. તેથી ડબ્બાનો ભાવ 2625રૂપિયાથી ઘટીને 2585 રૂપિયા સુધી પહોંચ્યો છે. દિવાળી પહેલા સિંગતેલનો ભાવ 2700 રુપિયા હતો. 10 દિવસમાં ભાવમાં 90 રુપિયાનો ઘટાડો થયો છે.

નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં થયો ઘટાડો

સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલનો ડબ્બો 2625 રૂપિયાથી ઘટીને 2585 રૂપિયા પહોંચ્યો છે. સીંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાનો અંદાજ છે. દિવાળી પહેલા ભાવ 2700 રૂપિયાની આસપાસ હતો. છેલ્લા 10 દિવસમાં જ સિંગતેલના ડબ્બાના ભાવમાં 90 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. 

દિવાળી પછી તરત સિંગતેલના ભાવમાં થયો ઘટાડો 

ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ મહિનામાં ખાદ્ય તેલનું બજેટ થોડું ઘટી શકે છે. કારણ કે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. દિવાળી પછી તરત જ સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા વિશે વેપારીઓનું કહેવું છે કે નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં વધારો થયો હતો. તેને કારણે દિવાળીના તહેવાર પર અસર પડી હતી અને લોકોનું બજેટ પણ બગડ્યુ હતું. પરંતુ દિવાળી પછી હવે રાહતના સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો: આણંદમાં એક સપ્તાહમાં ડેન્ગ્યૂંના કેસમાં થયો વધારો