Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Pakistan: પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના બેઝ પર 2016ના આતંકવાદી હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ અને મુખ્ય સંયોજક શાહિદ લતીફને બુધવારે પાકિસ્તાનમાં કેટલાક અજાણ્યા હુમલાખોરો દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદી શાહિદ લતીફને સિયાલકોટની બહાર આવેલી મસ્જિદમાં ઠાર મારવામાં આવ્યો હતો.

લતીફની હત્યા કર્યા બાદ હુમલાખોરો તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. સ્થાનિક પોલીસે વિસ્તારને કોર્ડન કરી હત્યાની તપાસ શરૂ કરી છે.

લતીફને નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA) દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) કેસમાં વોન્ટેડ હતો. તે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વરિષ્ઠ સભ્ય હતો, જેણે 2016માં પઠાણકોટમાં ભારતીય વાયુસેના બેઝ પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. જાન્યુઆરી 2016માં, પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે પાટા પરથી ઉતરી ગયો ભારતનો આ ખાસ પ્રોજેક્ટ, જાણો આ સંઘર્ષથી ચીનને કેટલો ફાયદો થશે

લતીફે 2016ના પઠાણકોટ આતંકી હુમલાને અંજામ આપ્યો હોવાનું માનવામાં આવે છે અને સમગ્ર કાવતરું સિયાલકોટથી ઘડ્યું હતું. તેણે હુમલાને અંજામ આપવા માટે ચાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા. 1994માં લતીફની જમ્મુમાંથી નાર્કોટિક્સ અને આતંકવાદ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 16 વર્ષની લાંબી જેલની સજા ભોગવ્યા બાદ તેને 2010માં વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યો હતો.

શાહિદ લતીફ તે લોકોમાંથી એક હતો જેમની મુક્તિની માંગ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી જેમણે, 1999માં ઈન્ડિયન એરલાઈન્સ પ્લેન IC814 હાઈજેક કર્યું હતું અને તેને અફઘાનિસ્તાનના કંદહાર લઈ ગયા હતા.

તેમાં મસૂદ અઝહર, જે પ્લેનમાં બંધક 189 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના બદલે બે અન્ય લોકો સાથે મુક્ત કરાયેલા કેદીઓમાંનો એક હતો.

(Disclaimer: આપેલ માહિતી ન્યુઝ એજન્સીઓના ઈનપુટ દ્વારા આપવામાં આવી છે, અહી આપવામાં આવેલ માહિતીની અમે (New Gujarati News) પુષ્ટિ કરતા નથી)