Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ખોખરા વિસ્તાર સ્થિત હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના કેસમાં આરોપીઓની જામીન અરજીની સુનાવણી સમયે, સિટી-સિવિલ સેશન્સ કોર્ટે તપાસ અધિકારીને પૂછ્યું છે કે આ કેસમાં એએમસીના જવાબદાર કર્મચારીઓને પકડવા માટે શું પગલા લીધા છે? તમે એએમસીના જવાબદાર કર્મચારી સામે પગલા લેવા માગો છો ખરા? આ અંગે ખોખરા પોલીસના પીઆઈ રિપોર્ટ રજૂ કરે. આ કેસની વધુ સુનાવણી ચોથી ઓગષ્ટના રોજ હાથ ધરાશે.  

સુનાવણી દરમિયાન, પોલીસની રજૂઆત હતી કે, આ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે, તપાસમાં અનેક મુદ્દાઓ હોવાથી થોડો સમય જશે. જો કે, યોગ્ય સમયે પોલીસ કાર્યવાહી કરશે. આ સમયે, કોર્ટે પોલીસને સવાલ કરેલો કે તમારો સમય ક્યારે આવશે?

મહત્વનુ  છે કે, આ કેસમાં અજય ઇન્ફ્રાન્સ્ટ્રચર ઇન્ડિયા લિ.ના ડાયરેકટર અને કેસના આરોપી રસિક અંબાલાલ પટેલે સેશન્સ કોર્ટમાં કામચલાઉ જામીન અરજી કરેલી છે, આ ઉપરાંત, અન્ય આરોપીઓએ પણ જામીન અરજી કરેલી છે, જેની સુનાવણી દરમ્યાન સેશન્સ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.