Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આજથી ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં માવઠા બાદ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કારવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. જેથી આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે છુટાછવાયા સ્થળોએ પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

આજે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની અસર જોવા મળી શકશે. હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. મળેલ વિગતો મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી તો અનેક વિસ્તારોમાં છુટાછવાયા કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગ 
દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.  સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે. 

આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહન્તીએ જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવનાં નથી.  પરંતું એકાદ જીલ્લા જેમ કે દાહોદ,  પંચમહાલ,  ખેડામાં આજે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે કાલે દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા સાથે વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે.  24 કલાક માટે દાહોદ,  પંચમહાલ, ખેડામાં વરસાદની શક્યતાઓ છે. 

આગામી દિવસોમાં ઠંડીનો પારો વધી શકે  

અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્કયુલેશન નોર્થ-ઈસ્ટ અરબ સાગરમાં સક્રિય થતા વરસાદનાં કારણે સાઉથ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. તેમજ હાલ વરસાદનાં કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા રહેલ છે. તેમજ ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો ઘટી શકે તેમ છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, જાણો વધારાના વેરાની જોગવાઈ કરવામાં આવશે કે નહીં?