Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજકોટમાંથી એક મોટી હિટ એન્ડ રન એક્સિડેન્ટની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં સ્કૉર્પિયો કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી દીધી.

રાજકોટમાંથી વધુ એક મોટી હિટ એન્ડ રન એક્સિડેન્ટની ઘટના સામે આવી. આ અકસ્માતની ઘટનામાં સ્કૉર્પિયો કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી દીધી, આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. સીસીટીવીમાં કેપ્ચર થયેલ સીન પરથી એમ જાણી શકાય છે કે, એક્ટિવા ચાલક રૉડની રૉન્ગ સાઇડ પર મૉપેડ હંકારી રહ્યો હતો, અકસ્માત સર્જનાર બન્ને નજીકમાં આવેલ ઘંટેશ્વર પાર્કમાં જ નોકરી હતી, જ્યાં આ અકસ્માતની ઘટના ઘટી છે. 

રાજકોટમાં ઘંટેશ્વર પાર્ક નજીક એક મોટો અકસ્માત સર્જાયો, હાલમાં તેનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માત સ્પષ્ટપણે જોઇ શકાય તેમ છે. રાજકોટ-જામનગર હાઇવે પર સ્કૉર્પિયો કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. આ ઘટનામાં એકટીવા ચાલક રૉડની રૉન્ગ સાઇડ પર ડિવાઇડરની નજીકથી પસાર થતો હતો, તે સમયે જ સામેથી આવી રહેલ સ્કૉર્પિયો કારે તેને ટક્કર મારી દીધી. આ ઘટનામાં સુરજસિંહ નામના શખ્સનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. ઉપરાંત કમલ થાપા નામક વ્યક્તિને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માત શહેરના રાજકોટ-જામનગર હાઇવે પર આવેલ ઘંટેશ્વર પાર્ક નજીક સર્જાયો છે, અકસ્માત સર્જનાર બન્ને શખ્સો ઘંટેશ્વર પાર્કમાં નોકરી કરતા હતા.

બીજી એક ઘટના અમદાવાદની સામે આવી છે. બાઇક પર સવાર કપલને ખાનગી બસે ટક્કર મારી, મંગેતરની સામે જ રોડ પર યુવતીનું થયું મોત

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસે યુવતીને કચડી નાખી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે આરોપી ગંભીરસિંહ સિસોદીયાની ધરપકડ કરી . ખાનગી બસ પાલડીથી કચ્છના મુન્દ્રા જતી હતી. મળતી જાણકારી પ્રમાણે, પાલડીની પટેલ ટ્રાવેલ્સની ઓફિસથી બસ મુન્દ્રા જવા માટે નીકળી હતી ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે ડબલ સવારી બાઈકને તેને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 22 વર્ષીય હિરલબેનનું મોત થયું હતું. બસ ચાલકે દારૂ પીધેલો હતો કે કેમ તે જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોપી ૧૦ વર્ષથી ટ્રાવેલ્સમાં છે, ૭ વર્ષથી તે પટેલ ટ્રાવેલ્સ સાથે જોડાયેલ છે.

આ પણ વાંચો : માવઠા પછી મોંઘવારીનો માર, શાકભાજીના ભાવમા તોતિંગ વધારો થયો