Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ટોઈઝ ઇન્ડસ્ટ્રીઝમાં સૌરાષ્ટ્ર બની રહ્યું છે હવે ચાઇનાનો વિકલ્પ, 2030 સુધી ટોયસ ઇન્ડસ્ટ્રીઝ હબ બની શકે છે સૌરાષ્ટ્ર

ઔદ્યોગિક ઉત્પાદનમાં ચાઇના વિશ્વભરમાં હાલ મોખરે છે. એમાં પણ કોઈ રમકડાની વસ્તુ હોય તો તે મેડ ઇન ચાઇના ન હોય તે વિચારવું પણ મુશ્કેલ લાગે છે. જો કે, આ ચાઇનાને હવે બીટ આપી રહી છે રાજકોટ પંથકની ટોયસ ઇન્ડસ્ટ્રીઝ. કોરોના પછી ટોયઝ માર્કેટમાં રાજકોટ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીઝનો ઉદય થયો હોય તેમ વેપાર પણ વધતો થયો છે. સાથે લોકો દ્વારા લોકલ ફોર વોકલ અંગે દાખવવામાં આવેલ જાગૃતિ પણ ટોયઝ માર્કેટમાં જોવા મળી છે.

રમકડાની કોઈપણ વસ્તુ હોય તો તેનું ઉત્પાદન મોટાભાગે ચાઇનામાં થયું હોય છે. જો કે, ટોઈઝ ઇન્ડસ્ટ્રીઝમાં સૌ કોઈ ચાઇનાનો ઓપ્શન શોધે છે ત્યારે ગુજરાત અને એમાં પણ ખાસ કરી સૌરાષ્ટ્ર એ વિશ્વ માટે ચાઇનાનો વિકલ્પ બની રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ટોયસ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓનું એમ કહેવું છે કે, કોરોના પહેલા 99.99 ટકા ટોયઝનું ઇનપોર્ટ જ થતું હતું. જો કે હવે સરકારના ઉદ્યોગ પ્રત્યેના સારા પ્રયત્નના કારણે લોકલ ટોઈઝ ઈન્ડસ્ટ્રીઝને પણ ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું છે. જેથી હવે મોટાભાગનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. ઇલેક્ટ્રોનિક રમકડા હોય કે વુડનના તમામ પાર્ટ્સ હવે મેટોડા પંથકમાં આવેલ રમકડાની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પન્ન થઈ રહ્યા છે. ઉદ્યોગપતિઓનું એમ માનવું છે કે, જેમ હાલ ચાઇનાનું શાંતોના શહેર ટોયસ ઇન્ડસ્ટ્રીઝનું હબ ગણવામાં આવે છે તેમ વર્ષ 2030 સુધી સૌરાષ્ટ્ર ટોયસ ઇન્ડસ્ટ્રીઝનું હબ બની જશે.

એક સમય હતો જ્યારે ભારતના જ લોકો ભારતમાં જ ઉત્પન્ન થતી વસ્તુઓ પ્રત્યે અવગણન કરતા હતા. જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ્યારથી લોકલ ફોર વોકલનું સૂત્ર આપવામાં આવ્યું ત્યારથી લોકોએ પણ પ્રધાનમંત્રીના આ સૂત્રને વધાવી લીધું હોય તેમ મેડ ઇન ઇન્ડિયાની વસ્તુ ખરીદી રહ્યા છે. જેથી ટોયસ ઇન્ડસ્ટ્રીઝને નોંધપાત્ર ફાયદો થયો છે. માત્ર ભારતમાં જ નહીં પણ હવે વિશ્વ પણ ભારતીય વસ્તુઓને સ્વીકારતું થઈ ગયું છે.

ઉદ્યોગપતિઓનું એમ કહેવું છે કે, ઇન્ડસ્ટ્રીઝમાં એક સમયે શાસન કરનાર ચાઇના પ્રત્યે વિશ્વના લોકો ઓપ્શન શોધી રહ્યા છે ત્યારે વિશ્વના લોકોની વિશ્વસનીયતા ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગો પ્રત્યે વધી રહી છે. અત્યારે  રાજકોટ પંથકમાં ઉત્પન્ન થતા રમકડાની નેપાળ, બાંગ્લાદેશ તેમજ યુએસએ સાથેના દેશોમાં નિકાસ થઈ રહી છે. લોકલ લેવલે રોજગારી પણ હવે વધી છે. ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં વધુમાં વધુ લેબરની જરૂર પડે છે. આ કામ માટે સ્ક્રીલ લેબર તેમજ અનસ્કીલ લેબરને પણ સારી એવી રોજગારી મળતી હોય છે.

ખાસ કરી રમકડાની ફેક્ટરીમાં વુમન એમ પાવરનો ખૂબ જ સારો ઉપયોગ થઈ શકે છે, ત્યારે મહિલાઓને પણ સારી એવી રોજગારી મળી શકે છે. ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓને પોતાના વતન નજીક રોજગારી મળી રહે છે. જેથી તેઓની આર્થિક સ્થિતિ પણ ઘણી સારી બને છે.  ટોઈસ ઇન્ડસ્ટ્રીઝમાં 50% જેટલી રોજગારી મહિલાઓને મળે છે ત્યારે મહિલાઓ પણ પોતાને મળતી રોજગારીથી ખુશ છે.

આ પણ વાંચો : વડોદરા કોર્પોરેશન દ્વારા ત્રણ સ્કલ્પચરનું 29.55 લાખના ખર્ચે રીસ્ટોરેશન કાર્ય પૂર્ણતાના આરે