Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ હવે ફરી એકવાર જગતના તાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું નહીં હોય. આ સાથે તેમણે કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં પડે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા પડી શકે છે.

પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, આ વખતે સાર્વત્રિક ઝાંપટા નહી પડે. આ વખતે વરસાદની તીવ્રતા પેહલા કરતાં ઓછી હશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં 5 તારીખથી ફરી વાતાવરણ સ્વચ્છ બનશે.

આ પણ વાંચો : ગુજરાત જતી સ્પેશિયલ ટ્રેનમાં 90 મુસાફરો અચાનક બીમાર પડ્યા, જાણો શું છે કારણ