Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલ પર મિસાઈલ હુમલામાં મોટી માહિતી સામે આવી છે. જ્યારે અત્યાર સુધી દુનિયા આ હુમલા માટે ઈઝરાયલની નિંદા કરી રહી હતી, ત્યારે સેટેલાઇટ તસવીરોએ તેને ક્લીનચીટ આપી દીધી છે.

ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલ પર મિસાઈલ હુમલામાં ચોંકાવનારી બાબતો સતત પ્રકાશમાં આવી રહી છે. આ મામલે અમેરિકા દ્વારા ઈઝરાયેલને ક્લીન ચિટ આપ્યા બાદ હવે ઘટના સ્થળની કેટલીક સેટેલાઇટ તસવીરો પણ અલગ જ કહાની કહી રહી છે.

અલ જઝીરાનો એક વીડિયો અને ઈઝરાયેલ દ્વારા જારી કરાયેલી સેટેલાઇટ તસવીરો જોયા બાદ ઘણા નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે હોસ્પિટલને બહુ ઓછું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં આ વિસ્ફોટમાં 500 લોકો માર્યા ગયા તેના પર સવાલો ઉઠી રહ્યા છે. ઈઝરાયેલ પહેલા જ આ મામલે સવાલો ઉઠાવી ચુક્યું છે. તેણે મૃત્યુના આંકડા ખોટા જાહેર કર્યા હતા.

હોસ્પિટલની આસપાસની ઇમારતોમાં ઓછું નુકસાન

અહેવાલના આધારે ધ સનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, નવી સેટેલાઇટ તસવીરો કાર પાર્કિંગ વિસ્તારમાં વિસ્ફોટને દર્શાવે છે. પાર્કિંગની આજુબાજુની આ તસવીરોમાં બિલ્ડિંગને બહુ ઓછું નુકસાન દેખાય છે. આવી સ્થિતિમાં આ તસવીરો હમાસના એ દાવા પર શંકા પેદા કરી રહી છે જેમાં તેણે 500 લોકોના મોત થયાનું કહ્યું હતું. બીબીસીએ પણ તેની હકીકત તપાસમાં હુમલા પહેલા અને પછીની સેટેલાઇટ તસવીરો જોઈને વાસ્તવિકતા અને દાવા વચ્ચેનો તફાવત દર્શાવ્યો હતો. નીચે આવી જ કેટલીક તસવીરો છે.