Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરમાં મોટા ભાગના તળાવો હાલ સુકાઈ ગયાની હાલતમાં જોવા મળી રહ્યા છે. જે તળાવો હાલ સુકાઈ ગયા છે. તેમાં આસપાસમાં રહેતા લોકો દ્વારા કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. જેના કારણે તે તળાવો કચરાના ઢગલા બની ગયા હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં સરખેજ રોજાને હેરિટેજ જાહેર કરવામાં આવ્યો છે. જેથી તંત્ર દ્વારા તેની દેખરેખ કરવાની ફરજમાં આવે છે પરતું તે હેરિટેજ ફ્કત નામ માટે જ જાહેર કર્યું હોય તે નકારી શકાય તેમ નથી. સરખેજ રોજા પાસે આવેલ તળાવમાં હાલ ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જેના કારણે ભારે દુર્ગંધ પણ આવી રહી છે અને આસપાસમાં રહેતા લોકો બીમારીના સંકજામાં સંપડાઈ જાય તેનો પણ ભય રહે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અંદાજિત 122 જેટલા તળાવો પાછળ કરોડો રુપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. પરતું તે તમામ પૈસા ક્યા ગયા છે તે હાલ લોકોમાં ચર્ચા પણ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પૈસાતો ખર્ચ કર્યા છે પરતું કોઈ પણ તળાવમાં કામગીરી કરવામાં આવી નથી તે સાફ દેખાઈ રહ્યું છે. શહેરમાં આવેલ ચંડોળા તળાવ, વસ્ત્રાપુર લેક અને સરખેજ રોજાનો તળાવ જે હેરિટેજમાં આવે છે તેની પણ કોઈ દેખરેખ કરવામાં આવી રહી નથી. જેના કારણે આસપાસ બનાવવામાં આવેલ મોટી મોટી ઈમારતો અને રહિશો દ્વારા તે તળાવમાં કચરો અને ગંદુ પાણી ઠાલવવામાં આવતું હોય છે. જેના કારણે હાલ તળાવ કચરાનો ઢગ બની ગયો તેવું દેખાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા તળાવનો વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. બીજી તરફ આ તળાવો સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ નવા તળાવ બનાવવામાં તો રસ દાખવી રહ્યા છે. પરંતુ જે તળાવમાં પાણી નથી તેના વિશે વિચારી રહ્યા નથી.


અમદાવાદ શહેરમાં મોટા ભાગના તળાવમાં ડ્રેનેજ અને કોમર્શીયલ પાણી બેફામ છોડવામાં આવી રહ્યું છે. આ પાણીના કારણે તળાવની હાલત બદ્દતર થતી જાય છે. પરતું આવા લોકો સામે તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા તળાવો પાછળ કરવામાં આવેલ કરોડો રુપિયા વેડફાઈ જાય છે તેમ છતા તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.

NGN દ્વારા આ અંગે રહિશો સાથે વાત કરવામાં આવતા તેઓએ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં આવેલ અને વલ્ડ હેરિટેજમાં આ સરખેજ તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરતું તંત્ર દ્વારા તેની કોઈ દેખરેખ રાખવામાં આવી રહી નથી. છેલ્લા ઘણા વર્ષોથી આ તળાવની હાલત આવી જ જોવા મળી રહી છે. વરસાદમાં આ તળાવમાં નાખવામાં આવેલ કચરો અને ગટરના ગંદા પાણીને કારણે આસપાસના વિસ્તારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે તંત્રને વારવાર રજૂઆત પણ કરવામાં આવી છે પરતું અત્યાર સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. જો આગામી સમયમાં આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તો તેના માટે જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે.

આ પણ વાંચો : અમદાવાદમાં ફોરેસ્ટ અધિકારીની સરકારી ગાડીમાં દિકરાને લર્નિંગ ડ્રાઈવિંગ