Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

શિયાળાની ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રકારની સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ આપણા ખાવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને આ સમયમાં અડદિયા લોકોની પ્રથમ પસંદગી છે. આ સ્વાસ્થ્યવર્ધક અડદિયા પાકની બનાવટ ખૂબ જ સરળ હોય છે. જ્યારે રાજકોટમાં બનતા અડદિયા ખૂબ જ ફેમસ હોય છે. કારણ કે આ અડદિયાને અહી દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે. ત્યારે હવે જાણો કે આ અડદિયા પાક ઘરે કેવી રીતે બનાવી શકાય છે.

અડદિયા એટલે શિયાળાનો કિંગ માનવામાં આવે છે. આપણા ઘરમાં શિયાળામાં અનેક પ્રકારની અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. પણ તેમાં સૌથી પહેલા અડદિયા માનવામાં આવે છે. કારણ કે શિયાળામાં અડદિયા ખાવાથી શક્તિ મળે છે અને તેની સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. અડદિયા એટલે ગુજરાતીઓનું ખૂબ લોકપ્રિય અને શિયાળામાં આરોગાતી વાનગી છે. અડદની દાળમાંથી બનવામાં આવતી આ વાનગીમાં ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ અને તેજાના નાખવામાં આવે છે. ત્યારે રાજકોટમાં અડદિયાનું વેચાણ ખૂબ જ સારી રીતે શરૂ થઈ ગયું છે.

શિયાળામાં અડદિયા પાક ખાવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે. કારણ કે આ અડદિયા પાક ખાવાથી શરીરને આખા વર્ષ જેટલી  તાકાત મળી જાય છે. ત્યારે રાજકોટવાસીઓએ તો શિયાળો શરૂ થતાંની સાથે જ અડદિયા ઝાપટવાનું શરૂ કરી દીધું છે.

રાજકોટમાં બનત આ અડદિયા ખૂબ જ ફેમસ હોય છે. કારણ કે આ અડદિયાને દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે. જેથી આ અડદિયાને રાજકોટમાં આવીને બહાર પણ કુરિયર કરવામાં આવે છે. આ અડદિયાનો સ્વાદ કોઈ એક વખત કરે એટલે બીજી વખત ખાધા વગર રહી ન શકે તેવો હોય છે, અને તેના ભાવની વાત કરવામાં આવે તો આ અડદિયા 600 રૂપિયા પ્રતિ કિલો હોય છે.

રાજકોટમાં બનતા આ અડદિયામાં દેશી ઘી, અડદનો લોટ, ગુંદ, ડ્રાયફ્રૂટ, સુંઠ પાવડર, ખાંડ, માવો, દૂધ, જાવંત્રી સહિતના મસાલાનો ઉપયોગ કરી આ અડદિયા બનાવવામાં આવે છે.

અડદિયા પાક બનાવવા માટેની રીત:

એક મોટા વાસણમાં લોટને ચાળી લો, પછી તેમાં ગરમ કરેલું ઘી નાખી તે લોટને મોણી લો. આ લોટને બનાવતા પહેલા 3 કલાક ઢાંકી રાખી દેવાનો હોય છે. જેથી અડદિયા ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. જ્યારે આ લોટનો ઉપયોગ કરવામાં આવે તો તેને તેને ચાળી લેવું, પછી ગરમ પેનમાં 1 કપ પાણી સાથે ખાંડ નાંખીને ચાસણી બનાવી લો. ત્યારબાદ તેમાં લોટ ઉમેર્યા પછી તેને ધીમી આંચ પર પકાવીને, રસ મિક્સ થાય ત્યાં સુધી સેકવાનું  રહેશે પછી તેમાં ડ્રાયફ્રૂટ, સૂંઠ અને ગંઠોડાનો પાવડર નાખવાનો રહેશે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીનો એકેડમી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય, ત્રણ પ્રોફેસરોને સસ્પેન્ડ કર્યા