Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સુરતમાં બેફામ BRTS અને સિટી બસના અકસ્માતોના બનાવો સામે બ્રેક મારવા મનપાએ નિયમો બનાવ્યા. પરંતુ આ નિયમો ફક્ત કાગળ પર જ રહ્યા છે. આ વાત ફક્ત કહેવા પુરતી જ નથી કહી રહ્યા પરંતુ સુરતમાં એક રિયાલિટી ચેકમાં આ વાત બહાર આવી છે.

વાત એમ છે કે બે દિવસ પહેલા સુરતના કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાની બીઆરટીએસ બસ દ્વારા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતને લઈ તંત્ર હરકતમાં આવી ગયું હતું. ત્યારે આ અકસ્માતમાં નવ લોકોને ઈજા થઇ હતી. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ પણ નિપજ્યું હતું. જે પછી મનપાએ આ અંગે નવા નિયમો જાહેર કર્યા હતા. જો કે સુરત મનપા દ્વારા જે નિયમો ઘડાયા તે ફક્ત કાગળ પર હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા સામે આવ્યું છે કે મનપાના નિયમો માત્ર કાગળ પર જ હોય.

સુરત મનપા દ્વારા બનાવેલ નિયમો માત્ર કાગળ પર જ દેખાઇ રહ્યા છે. બેફામ BRTS અને સિટી બસોથી અકસ્માતો સર્જાય છે. ત્યારે તે અંગે મનપાએ ગઈકાલે જ નવા નિયમો જાહેર કર્યા હતા. પરંતુ આ નવા નિયમો માત્ર કાગળ પર જ જોવા મળ્યા હોય તેમ સામે આવ્યું. ગઈકાલના નિયમોની સુરતના જાહેર રોડ પર શું પરીસ્થિતિ છે તે જાણવા માટે જમીની હકિકત જાણીને અને સમીક્ષામાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. હજુ પણ ક્ષમતા કરતા વધારે પ્રવાસીઓ,બસના દરવાજા ખુલ્લા અને એટલું જ નહીં,બસના ચાલકો પણ સિટ બેલ્ટ વગર ડ્રાઇવ કરતાં જોવા મળ્યા હતા.

રિયાલિટી ચેકમાં જોવા મળ્યું હતું કે આમાંથી કોઈપણ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. જ્યારે ડ્રાઈવરો સીટ બેલ્ટ પેહર્યા વગર જ બસો ચલાવતા નજરે પડ્યા. આટલું જ નહીં,તેઓને સીટ બેલ્ટ બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે તો તે અવનવા બહાના બનાવ્યા હતા. બસના દરવાજા પણ બંધ નહોતા તેમ જોવા મળ્યું.

એક બાજુ સીટ બેલ્ટ વગરના ડ્રાઈવરો તો બીજી જ બાજુ ક્ષમતા કરતા પણ વધારે મુસાફરો ભરેલ બસો જોવા મળી હતી. 30 મુસાફરોની કેપીસીટીની બસમાં વધુ પડતાં મુસાફરો જોવા મળ્યા.આ ઉપરાંત, બસોના દરવાજા ખુલ્લા અને દરવાજા પર લટકતા મુસાફરો જીવના જોખમે સવારી કરતા જોવા મળ્યા હતા.

સલામતી માટે બનાવવામાં આવેલ આ નિયમો હવે માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ બસના ડ્રાઈવરો નિયમોની ઐસી કી તૈસી કરતા જોવા મળ્યા હતા. જ્યારે કાયદાઓનું ઉલ્લંઘન કરતા બસ ચાલકો સામે તંત્ર ક્યારે લાખ આંખ કરશે તે પણ હવે જોવું રહ્યું.