Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કમોસમી વરસાદને લીધે ખેડૂતો હેરાન થઈ ગયા છે. ત્યારે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી મોટા રાહતનાં સમાચાર આવ્યાં છે. આગામી પાંચ દિવસ માટે વરસાદની કોઇ શક્યતાઓ નથી. જો કે વાતાવરણ ઠંડુ, સુકું અને આંશિક વાદળછાયું રહેવાની શકયતા રહેલ છે.

નવેમ્બર મહિનાનાં અંતમાં અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ત્યારે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ફરીવાર આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. આગામી તારીખ 6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઇ શકયતા રહેલ નથી. અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ હવામાન ઠંડુ, સુકું અને ચોખ્ખું અથવા આંશિક વાદળછાયું રહેવાની શક્યતા રહેલ છે. મહત્તમ તાપમાન 29 થી 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 થી 19 ડિગ્રી જેટલુ રહેવાની શકયતા રહેલ છે.

આગામી પાંચ દિવસ માટે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યાં છે. ત્યારે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને કેટલીક પાકને લઈને સલાહ આપવામાં આવી છે. કપાસ પછી ઘઉંનો પાક લેવા માંગતા ખેડૂતો ઘઉંની મોડી વાવણીની જાતો જી.ડબલ્યુ-173, 11, લોક-11 વગેરે ખેતી પસંદ કરી શકે છે. જંતુનાશક દવાઓનો છંટકાવ પવનની ગતિ ઓછી હોય ત્યારે કરવો જોઇએ તેમ જણાવ્યું છે.

 નવેમ્બર મહિનાનાં અંતમાં અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ફરીવાર આગામી પાંચ દિવસની વાતાવરણને લઈને આગાહી કરી છે. આગામી તારીખ 6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઇ શકયતા જોવા મળતી નથી. અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ ઠંડુ, સુકું અને ચોખ્ખું અથવા આંશિક વાદળછાયું રહેવાની શક્યતા રહેલ છે. મહત્તમ તાપમાન 29થી 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18થી 19 ડિગ્રી જેટલુ રહે તેવી શક્યતા છે.

 આગામી પાંચ દિવસ માટે ખેડૂતો માટે રાહતનાં સમાચાર છે. ત્યારે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે. કપાસ બાદ ઘઉંનો પાક લેવા માંગતા હોય તેવા  ખેડૂતો ઘઉંની મોડી વાવણીની જાતો જી.ડબલ્યુ-173, 11, લોક-11 વગેરે ખાતરોની પસંદગી કરી શકે છે. જંતુનાશક દવાનો છંટકાવ જ્યારે પવનની ગતિ ઓછી હોય ત્યારે કરવો જોઇએ.

 કપાસની સાંઠીમાં જમીન માટે જરૂરી ઘણા બધા પોષક તત્વો હોય છે, જે કારણસર તેને બાળવાને બદલે  શ્રેડર વડે નાના ટુકડા કરીને જમીનમાં ભેળવી સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરવો જોઇએ. તેમજ પશુઓના સ્વાસ્થ્યની તપાસ પણ કરાવવી જોઇએ. મરઘા ફાર્મમાં મરઘાઓના રક્ષણ માટે રાત્રીના સમયે તાપમાન જાળવવા  બલ્બનો ઉપયોગ કરવો જોઇએ.

રાત્રીના સમયે ઠંડા પવનથી રક્ષણ આપવા માટે પશુઓને ખુલ્લી જગ્યાએ બાંધવા ન જોઈએ. કપાસની છેલ્લી વીણી થાય પછી ઘેટા,બકરા ચરાવવા જેથી ગુલાબી ઈયળના નુકસાન વાળા જીંડવા તથા અન્ય કચરો નાશ પામે અને આવતા વર્ષે પણ ઉપદ્રવ ઓછો થાય છે.

આ પણ વાંચો : વેરાવળ અને સુરત વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે,આ વાર પણ નોંધી લો