Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવીને હળવાથી ભારે વરસાદી ઝપટાં પડી શકે છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે અને ત્યારબાદ ચારથી પાંચ ડિગ્રી તાપમાન ગગડવાનું શક્યતા છે. આ ઉપરાંત આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો આવો જાણીએ કે આજે અને કેટલા દિવસ સુધી રાજ્યમાં માવઠું રહેશે.

આજે ક્યાં ક્યા પડી શકે છે વરસાદ

રાજ્યમાં ઠંડી પહેલાં કમોમસી વરસાદના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના પગલે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં શનિવારથી વરસાદી માહોલ જામ્યો છે અને તેની અસર આજે રાજ્યના અનેક ભાગોમાં જોવા મળી શકે છે અને આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે એટલે કે રવિવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતન તેમજ સૌરાષ્ટ્ર અન દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે અને આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડું 30- 40 પ્રતિ કિમી કલાકની ઝડપે અને ગાજવીજના ચમકારા પણ જોવા મળી શકે છે.

26મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલી ખાતે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળો, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે  રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર-સોમનાથ અને દીવમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

સોમવારે પણ વરસાદની આગાહી

જ્યારે હવામાન વિભાગના અનુસાર સોમવારે 27મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંતના પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની શક્યતા છે. ત્યારબાદ ઠંડીના જોરમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ટેક્સ નહી ભરનારની મિલકતો થશે સીલ