Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વધુ એક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરાઇ છે. દાહોદ, ખેડા મહીસાગર, પંચમહાલ, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરાઇ છે.

આ બાબતને ધ્યાનમાં લઈને હવામાન વિભાગનાં ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહન્તીએ જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવનાં નથી. પરંતું એકાદ જીલ્લા જેમ કે, પંચમહાલ, દાહોદ,  ખેડામાં આજે વરસાદ થઈ શકે છે. જ્યારે આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. વાવાઝોડા સાથે વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરાઇ છે.  24 કલાક માટે પંચમહાલ, દાહોદ, ખેડામાં વરસાદની શક્યતા છે.

અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્કયુલેશન નોર્થ-ઈસ્ટ અરબ સાગરમાં સક્રિય થતા વરસાદનાં કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. તેમજ હાલ વરસાદનાં કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા પણ છે અને ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો ઘટી શકે છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું હશે નહીં. આ સાથે કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં પડે. 1 થી 5 ડિસેમ્બર રાજ્યના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા આવશે. આ સાથે પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં 5 તારીખથી ફરી વાતાવરણ સ્વચ્છ બનશે.

આ પણ વાંચો : ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ફરીવાર વરસશે છૂટો છવાયો વરસાદ