Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફરી એકવાર પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેમની સાથે અમારા ઘણા બધા સારા રાજકીય સંબંધો છે. તે ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું છે કે મોદીના નેતૃત્વમાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આ બંને દેશોના હિતમાં જ છે.

નાણાકીય સુરક્ષા પર ઓલિમ્પિયાડને સંબોધતા પુતિને આશા પણ વ્યક્ત કરી હતી કે રશિયા અને ભારત નાણાકીય સુરક્ષા અને સાયબર અપરાધના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે. ભારત અને રશિયા સદીઓથી મિત્ર અને ભાગીદાર પણ રહ્યા છે. બંને દેશો દ્વારા નક્કી કરવામાં આવેલ એજન્ડાને પણ અમે ચોક્કસપણે હાંસલ કરીશું.

પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે લગભગ એક મહિના પહેલા ભારતે G20 સમિટ દરમિયાન નવી દિલ્હી ઘોષણાપત્રમાં યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો.અને આમાં રશિયા પર યુદ્ધનો આરોપ લાગ્યો ન હતો. મોસ્કોએ આ ઘોષણા અને G20ના ભારતના અધ્યક્ષપદને સમર્થન પણ આપ્યું હતું.

પુતિને કહ્યું હતું કે મોદી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સારું કામ કરી રહ્યા છે

આ પહેલીવાર નથી કે જ્યારે પુતિને ભારત કે પીએમ મોદીની પ્રશંસા કરી હોય. ગયા મહિને પણ તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે સારું કામ કરી રહ્યા છે.

આપણે આપણા સાથી દેશ ભારતને અનુસરવું જોઈએ. તેઓ દેશમાં જ વાહનો બનાવી રહ્યા છે અને તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. આપણે એવું નક્કી કરવું જોઈએ કે કયા વર્ગના અધિકારીઓ કઈ કાર ચલાવી શકે છે. જેથી તેઓ ઘરેલુ કારનો ઉપયોગ પણ કરશે. અગાઉ જૂનમાં પુતિને કહ્યું હતું કે ભારત એક એવો દેશ છે કે જે કંપનીઓને પોતાના દેશમાં આવીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે.

રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે ભારતની જેમ અમારી કંપનીઓને પ્રમોટ કરવાની છે

પુતિને કહ્યું હતું કે અમારા ખાસ મિત્ર પીએમ મોદીએ ઘણા વર્ષો પહેલા મેક ઇન ઇન્ડિયાની શરૂઆત કરી હતી. આજે ભારતની અર્થવ્યવસ્થા પર તેની અસર સ્પષ્ટ દેખાઈ જ રહી છે. તેવા સમયે જ્યારે પશ્ચિમી દેશો રશિયા સાથેના વેપાર પર સતત નિયંત્રણો લાદી રહ્યા છે ત્યારે જ આપણે ભારત જેમ આપણા દેશની કંપનીઓને પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમને વધુ સારું બજાર પૂરું પાડવું જોઈએ.

આ પણ વાંચો : ભારત બ્રાઝિલ ટ્રેડ મોનિટરિંગ મિકેનિઝમની 6ઠ્ઠી બેઠક માટે વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલ બ્રાઝિલની મુલાકાતે