Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- વિડીયો, ફોટોગ્રાફ્સ અને સોશિયલ મિડીયાની પોસ્ટના સ્ક્રીન શોટ્સ ઘુંઘળા હોવાથી તમામ પોલીસ કર્મીની ઓળખ થઈ ન શકી- રિપોર્ટ

- 14 પોલીસ કર્મચારીઓ પર આરોપ છે, તેમાંથી ચારની જ ઓળખ થઈ શકી - રિપોર્ટ

અમદાવાદ: ખેડા જિલ્લામાં ઓક્ટોબર-2022માં નવરાત્રિ દરમિયાન થયેલા પત્થરમારાના મુદ્દે પોલીસે શંકાના આધારે જાહેરમાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોને ફટકારવાના કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ( સીજેએમ) તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં, તેમણે જણાવ્યું છે કે, ઘટનાનો જે વિડીયો છે, તે નબળી ગુણવત્તાનો છે. આ વિડીયોમાં રહેલા તમામ પોલીસ કર્મચારીઓ અને પિડીતોની ઓળખ થઈ શકતી નથી. આ વિડીયોમાં ચાર પોલીસ કર્મચારીઓની ઓળખ થઈ શકી છે. જેમાં, એક ખુરશી પર ભીડની સામે બેઠા છે, બે પોલીસ કર્મી કે જેણે પીડિતોના હાથ પકડેલા છે. આ પોલીસ કર્મીઓની ઓળખ થઈ શકી છે.

સિવિલ ડ્રેસમાં રહેલા આ પોલીસ કર્મીઓએ આ પીડિતોને મારેલા છે. જે ઘટનાનો વિડીયો પણ બનાવાયેલો અને તેને સોશિયલ મિડીયા પર અપલોડ પણ કરવામાં આવેલો છે. જેમાં, અરજદારને થાંભલા સાથે બાંધવામાં આવેલો છે અને પોલીસ તેને જાહેરમાં લાઠી વડે મારી રહી છે. આ સમયે, હાજર ભીડ પોલીસને ઉત્સાહિત કરતી હતી અને વંદેમાતરમના નારા લગાવતી હતી.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવેલુ છે કે, સિવિલ ડ્રેસમાં સજ્જ પોલીસકર્મીઓ દ્વારા આ માણસોને મારવાની ઘટનાને ભીડમાં રહેલા લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી હતી. વીડિયોમાં પોલીસને અરજદારોને થાંભલા સાથે બાંધીને લાઠીઓ વડે મારતા જોઈ શકાય છે. આ બધાની વચ્ચે, એક ભીડ સમગ્ર દ્રશ્ય જોઈ રહી હતી, પોલીસને ઉત્સાહિત કરી રહી હતી અને "વંદે માતરમ" સહિતના વિવિધ નારા લગાવી રહી હતી. વિડીયો ક્લિપ્સ, ફોટોગ્રાફ્સ અને સોશિયલ મિડીયાની પોસ્ટના સ્ક્રીન શોટ્સના ધુંધળા હોવાથી તમામ પોલીસ કર્મચારીઓમા ઓળખ થઈ શકી નથી. વિડીયો દૂરથી લેવામાં આવેલા છે, તેની ગુણવત્તા નબળી છે. જ્યારે તેને ઝુમ કરવામાં આવે છે, ત્યારે તે ધુંધળા થઈ જાય છે અને તેના લીધે તમામ પોલીસ કર્મચારીઓની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ કેસમાં 14 પોલીસ કર્મચારીઓ સામે આરોપ છે, જેમાંથી માત્ર ચાર પોલીસ કર્મચારીઓની ઓળખ થઈ શકી છે. આ તમામ વિડીયો ભીડમાં રહેલા લોકો દ્વારા લેવામાં આવેલા છે અને તેને સોશિયલ મિડીયા પર મુકવામાં આવેલા છે. જે ચાર પોલીસ કર્મચારીઓની ઓળખ થઈ છે, તેમના નામ એ.વી. પરમાર, ડી.બી. કુમાવત, કનકસિંહ લક્ષ્મણસિંહ, રાજુ રમેશભાઈ ડાભી છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવેલુ છે કે, પોલીસે જે પાંચ માણસોમે જાહેરમાં મારવામાં આવેલા છે, તેમાંથી માત્ર ત્રણની ઓળખ થઈ શકી છે.

મહત્વનુ છે કે, આ કેસમાં હાઈકોર્ટની ખંડપીઠે ગયા મહિને નડિયાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આદેશ કરેલો કે, ઓક્ટોબર-2022માં મુસ્લિમ સમુદાયના લોકોને પોલીસ દ્વારા જાહેરમાં મારવાના કેસમાં રહેલ પેન ડ્રાઈવ અને જે પણ ઈલેક્ટ્રોનિક પુરાવા છે, તેની ચકાસણી કરીને આ મુદ્દે તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવે.