Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન હવે બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે એક્શનમાં આવી છે. વાત જાણે એમ છે કે, પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાકીદારોની મિલકતોને સીલ મારવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી અનુસાર પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરના 7 ઝોનમાં અત્યાર સુધી 2,074 મિલકતો સીલ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનનું પ્રોપર્ટી વિભાગે અમદાવાદના જુદા-જુદા ઝોનમાં બાકીદારોની મિલકતોને સીલ મારવાની ઝુંબેશ શરૂ કરી છે. જેમાં અંતર્ગત અમદાવાદ શહેરના 7 ઝોનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 2,074 મિલકતોને સીલ કરી છે અને 2 કરોડ 62 લાખનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે, અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર અને પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 402 મિલકતને સીલ કરવામાં આવી છે.


અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં ટેક્સ નહીં ભરનારની  મિલકતો સીલ કરાશે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં 2074 બાકીદારોની મિલકતો સીલ કરાઈ છે. મહત્વનુંએ છે કે, ટેક્સ વસૂલવા આગામી દિવસોમાં ઝુંબેશ સધન બનાવાશે. આ તરફ ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 402 મિલકતો સીલ કરાઈ છે તો મધ્યઝોન અને ઉત્તર ઝોનમાં 332 મિલકતો સીલ કરાઇ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ચાલશે 60 દિવસ સ્વચ્છતા હી સેવા સફાઇ ઝુંબેશ કાર્યક્રમ