Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આગામી 2036માં ઓલિમ્પિક રમતના આયોજન માટે ગુજરાત દાવેદારી કરવાનું છે. જેની અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ ચાલતી તૈયારીઓ લોક સમક્ષ રજૂ કરવા વાઇબ્રન્ટ સમિટને પસંદ કરાઇ છે. ગુજરાત ગોલમ્પીક કંપની દ્વારા આગામી વાઇબ્રન્ટ સમિટમાં અમુક અંશો સાથે ઓલિમ્પિકની તૈયારી અંગે પ્રેઝન્ટટેશન કરાશે. તેમાં 5થી 6 સ્ટેડિયમ, તેને જોડતા રસ્તો અને નવી ટેકનોલોજી સાથેની વ્યવસ્થા સહિતનું વિઝન ઉપરાંત ઓડિયો, વિડિયોની ટેક્નોલોજી અને સ્ટ્રક્ચર સાથે માસ્ટર પ્લાનિંગના અંશો વાઇબ્રન્ટ સમિટમાં રજૂ કરાશે. શુક્રવારે બે કંપનીઓએ ટેકનિકલ ઈવેલ્યુએશન રજૂ કર્યું હતું.

ગુજરાતમાં ઓલિમ્પિક માટે સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્સ હેઠળ બનનાર 5થી 6 સ્ટેડિયમ, તેની આસપાસના રસ્તા, ઓડિયો, વિડિયો ક્વોલિટી, તે સમયની વિશેષ ટેક્નોલોજી સહિતની તૈયારીઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે. પ્રધાનમંત્રી, યુનિયન હોમ મિનીસ્ટ્રી અને ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં મુંબઇ ખાતે ઓલિમ્પિક કમિટીની બેઠક મળી હતી. તે અન્વયે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં કામગીરી કરવા સર્વેક્ષણ હાથ ધરાયું હતું. તેના માટે ઔડાએ માસ્ટર પ્લાનિંગ હાથ ધર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત 2024ની ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં મેસેજ મૂકવાની સાથે ઓલિમ્પિક અને વિવિધ રમત પ્રત્યે લોકોમાં વધુ જાગૃતત્તા ફેલાવવા ઓલિમ્પિકની થીમ પર આકર્ષક પ્રેઝન્ટેશન કરાશે. તેના માટે આ પ્રકારની કન્સેટ ધરાવતી એજન્સીઓ પાસેથી ટેન્ડર મંગાવ્યા હતાં. ટેન્ડરોમાં આવેલી કંપનીઓની ચકાસણી ચાલી રહી છે. ફાઇનલ થનાર કંપની દ્વારા સમિટમાં શાનદાર થીમ સાથે ઓલિમ્પિકની તૈયારીના અમુક અંશો રજૂ કરાશે.

સમિટમાં 864 મીટરના સ્ટોલમાં થશે પ્રેઝન્ટેશન

આગામી તારીખ 9મી જાન્યુઆરીથી શરુ થતાં વાઇબ્રન્ટ સમિટમાં 864 ચો.મી.ના સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. આ સ્ટોલમાં ગુજરાત આગામી 2036ના ઓલિમ્પિક રમતને લઇને હાલ ચાલી રહેલી તૈયારીઓના અમુક અંશો રજૂ કરાશે. સ્થાનિક તેમજ બહારથી આવનાર મહાનુભવો સમક્ષ ઓલિમ્પિકની તૈયારીઓનો માસ્ટર પ્લાન રજૂ કરાશે.

આ પણ વાંચો: દ્વારકામાં ભવ્ય દિવ્ય મહારાસ,આહીરાણીઓ રચશે રેકોર્ડ