Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

 પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રૂ.353 કરોડના ખર્ચે તૈયાર થયેલ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ અને એરપોર્ટના તૈયાર થયેલ ટર્મિનલના લોકાર્પણ માટે આજે સુરત આવી ગયા છે. ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પાંચ હજારથી પણ વધારે અધિકારીઓ અને પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ વિસ્તારને હાલ ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. પીએમ મોદીએ સુરતના એરપોર્ટ પર પહોંચી નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું છે. તેમની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને  કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ હાજર રહ્યા.

353 કરોડના ખર્ચે તૈયાર સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રૂ.353 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સાથે રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

મુસાફરોની સુવિધાઓમાં પણ વધારો થશે

નોંધનીય વાત એ છે કે, સુરત હવાઈમથકમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા, પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો ઉપરાંત આંતરરાષ્ટ્રીય શારજાહ મારફતે વિશ્વના બાકી રહેલ ભાગો સાથે જોડાયેલું છે. ત્યારે સપ્તાહ દીઠ 252થી વધારે પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે. ત્યારે સુરતને 15મીએ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે. સુરત એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર ઉપરાંત કાર્ગો સંચાલનમાં વધારાથી ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં પણ હવે વધારો થશે.

ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25,520 ચો.મી થયો છે :

સુરત એરપોર્ટનું વિસ્તરણ સમજીએ તો હાલ ટર્મિનલ 8474 ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જે કુલ 17,046 ચોરસ મીટર જેટલું છે. જેની સાથે નવો વિસ્તૃત ભાગ શરૂ થયા બાદ ટર્મિનલ બિલ્ડિંગનો કુલ 25,520 ચો.મી. વિસ્તાર થઈ જશે. ત્યારે હવે સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પણ પ્રવેશદ્વાર બનશે. તેની સાથે સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગો માટે પણ અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા કરવામાં આપશે. સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ સુધી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકે છે.