Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમેરિકામાં ફ્લોરિડાના ક્લિયરવોટરમાં મોબાઈલ હોમ પાર્કમાં સિંગલ એન્જિનનું બીચક્રાફ્ટ બોનાન્ઝા વી35 વિમાનને ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી વિમાનમાં લાગેલી આગે ચાર ઘરને લપેટમાં લઈ લીધી હતી. ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી છે. આ દુર્ઘટનામાં પાયલોટ અને અન્ય એક સ્થાનિક નાગરિકનું મોત થયાના અહેવાલ છે.

વિમાન ક્લિયરવોટર એરપાર્કમાં ઉતરવાનું હતું

ફાયર વિભાગના અધિકારી સ્કોટ એહલર્સે જણાવ્યું હતું કે, 'સિંગલ એન્જિનનું બીચક્રાફ્ટ બોનાન્ઝા વી35 વિમાને ગુરુવારે સાંજે 6.08 વાગ્યે વેરો બીચ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ ટામ્પા અને સેન્ટ પીટર્સબર્ગ નજીકના શહેર ક્લિયરવોટર એરપાર્કમાં ઉતરવાનું હતું. પણ 62 વર્ષીય પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ રૂમને એન્જિન ફેલ થવા અંગે જાણ કરી મદદ માટે વિનંતી કરી હતી. ત્યારપછી પ્લેન લગભગ 7:15 વાગ્યે બેસાઈડ વોટર્સ મોબાઈલ હોમ પાર્કમાં ક્રેશ થયું હતું. 

વિમાનમાં કેટલા મુસાફરો હતા તે જાણી નથી શકાયું 

અમેરિકન પોલીસ અધિકારીના જણાવ્યું હતું કે, આ વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેનું કારણ હજુ જાણી શકાયું નથી. તે સ્પષ્ટ નથી કે વિમાનમાં પાયલટ સિવાય કેટલા મુસાફરો સવાર હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અકસ્માતના તથ્યો અને સંજોગો નક્કી કરવા માટે સંયુક્ત તપાસ હાથ ધરશે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા સરકારે પેટ્રોલના ભાવ વધાર્યા, જનતા ત્રસ્ત