Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જાપાનની રાજધાની ટોક્યોમાં રનવે પર એક વિમાનમાં ભીષણ આગ લાગી હતી. આ એક્સીડન્ટ હનેડા એરપોર્ટ પર બન્યો હતો. જાપાનની ન્યૂઝ એજન્સી NHKએ જણાવ્યું હતું કે લેન્ડિંગ બાદ પ્લેન કોસ્ટગાર્ડના પ્લેન સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે.આગની ઘટના બાદ એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.

એરક્રાફ્ટની પાંખમાં આગ લાગી હતી

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, એરક્રાફ્ટની પાંખમાં આગ લાગી હતી જેમાં એન્જિન સેટ છે. થોડીવારમાં આગ વિંગની આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આ પછી તરત જ વિમાનને રોકી દેવામાં આવ્યું અને મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનામાં મુસાફરોને ઈજા થઈ છે કે નહીં તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. આ ઘટના બની ત્યારે પ્લેનમાં 379 પેસેન્જર્સ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્લેનના 12 ક્રૂ મેમ્બર્સ પણ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં વિમાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. અકસ્માતની ઘટના બાદ હનેડા એરપોર્ટના તમામ રનવે બંધ કરી દેવામાં આવ્યા છે. 

આગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી

ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં પ્લેનની અંદર આગ ફેલાતી જોવા મળી રહી છે. આ પ્લેન જાપાનના શિન ચિટોઝ એરપોર્ટથી ઉડાન ભરીને હનેડા પહોંચ્યું હતું. એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ તેમાં આગ લાગી હતી. આગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના બાદ જાપાન એરલાઈન્સ અને એરપોર્ટના સુરક્ષા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

કઈ ફ્લાઈટમાં લાગી આગ

જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સની ફ્લાઇટ 516 જાપાનના સ્થાનિક સમય અનુસાર 16:00 વાગ્યે ન્યૂ ચિટોઝ એરપોર્ટથી ઉપડી અને 17:40 વાગ્યે હનેડામાં લેન્ડ થવાની હતી.

આ પણ વાંચો: ભૂકંપના કારણે તબાહીનું દ્રશ્ય, હજુ પણ ઘણા લોકો લાપતા, જાણો સંપૂર્ણ માહિતી