Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટની બે ખંડપીઠ સમક્ષ સપ્તાહમાં એક દિવસ એટલે દર ગુરૂવારે હાઈબ્રિડ સુનાવણી કરાશે

- જે વકીલો હાઈબ્રિડ સુનાવણીનો વિકલ્પ પસંદ કરે તેને સવારે 10 વાગ્યા પહેલા જાણ કરવી

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પાયલોટ પ્રોજેક્ટ (Pilot Project)ના ભાગ રૂપે હાઈબ્રિડ હિયરિંગ (Hybrid Hearing)શરૂ કરાશે. હાઈબ્રિડ હિયરિંગ એટલે કે જે વકીલો હાઈકોર્ટ સમક્ષ સુનાવણી માટે હાજર રહી શકે તેમ ન હોય તેઓ વિડીયો કોન્ફરન્સિંગથી ઓનલાઈન સુનાવણી માટે હાજર રહીને કેસમાં રજૂઆત કરી શકશે. આ કેસમાં સામેનો પક્ષ કે જે હાજર છે, તેને પણ હાઈકોર્ટ દ્વારા સાંભળવામાં આવશે. હાલ તો સપ્તાહમાં માત્ર એક દિવસ એટલે કે ગુરૂવારે જ હાઈબ્રિડ સુનાવણી કરવામાં આવશે.  

શરૂઆતના તબક્કે હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈની ખંડપીઠ અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠ એમ બે અલગ અલગ બેંચ સમક્ષ હાઈબ્રિડ સુનાવણી થશે. હાઈબ્રિડ સુનાવણીનો વિકલ્પ પસંદ કરનાર વકીલોએ આ અંગે સવારે 10 કલાક પહેલા સત્તાવાર રીતે જાણકારી આપવાની રહેશે. આ ઉપરાંત જે તે વકીલોએ આ અંગેના ઓનલાઇન મોડયુલ (Online Module) દ્વારા રજિસ્ટ્રીને જાણ કરવાની રહેશે.

હાઈકોર્ટમાં હાલ રાબેતા મુજબની પ્રત્યક્ષ સુનાવણી ચાલે છે અને તેનુ યુટ્યુબ પર જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં હવે પહેલા હાઈબ્રિડ સુનાવણીનો નવતર પ્રયોગ હાઈકોર્ટ દ્વારા અમલમાં મુકવામાં આવી રહ્યો છે.

મહત્વનુ છે કે, કોરોનાકાળ દરમિયાન હાઈકોર્ટે તમામ કેસની સુનાવણી ઓનલાઈન શરૂ કરેલી અને દેશમાં ટેકનોલજીના ઉપયોગ અંગે એક ઉદાહરણ આપેલુ.

આ પણ વાંચો: બિપર વાવાઝોડાની અસરને જોઈ, જે તે જિલ્લાના પીડીજે નક્કી કરશે કેકોર્ટ ચાલુ રાખવી કે નહીં – હાઈકોર્ટ