Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાત રાજય વકફ બોર્ડમાં હાલ કાયમી સભ્યો સહિતના પદાધિકારીઓની સરકાર દ્વારા નિમણૂંક નહી થઇ હોવાથી રોજબરોજની કે કોઇ તાકીદની અરજન્ટ કામગીરી ચાલતી નહી હોવાથી વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે યોગ્ય પદાધિકારીઓની નિમણૂંક કરવાની માગ સાથે પીઆઇએલ થઈ છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજય સરકારને નોટિસ પાઠવી છે. આ કેસની વઘુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અગાઉ ગુજરાત રાજય વકફ બોર્ડમાં ચેરમેન, સભ્યો સહિતની નિમણૂંકો યોગ્ય રીતે અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર થઈ ન હોવાથી આ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. જેથી ખુદ રાજય સરકારે 31-01-2022ના રોજ ગુજરાત રાજય વકફ બોર્ડને વિખેરી નાખેલુ. આ પછીથી વકફ બોર્ડમાં ચેરમેન, સભ્યો સહિતની કાયમી નિમણૂંક નહી થઇ હોવાથી વકફને લગતી કામગીરી અને સુનાવણી ખોરંભે પડી છે. ખાસ કરીને તાકીદના કામો અને અરજન્ટ સુનાવણી હાથ ધરી શકાતી નથી, જેને લઇ વકીલો-પક્ષકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં રાજય સરકાર દ્વારા વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે કામચલાઉ ધોરણે જો રાજય વકફ બોર્ડમાં યોગ્ય પદાધિકારીની નિમણૂંક કરવામાં આવે તો કમ સે કમ રોજબરોજની નાની મોટી અને અરજન્ટ કામોની પ્રક્રિયા હાથ ધરી શકાય અને વકફ બોર્ડની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઇ જાય નહીં.