Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: રાજ્યમાં ચાલતી કેન્દ્ર સરકારની એમએસઈ-સીડીપી( માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝિઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળની ટેન્ડર પ્રક્રિયામાં અધિકારીઓ દ્વારા ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 29 ઓગષ્ટે હાથ ધરાશે. અરજદારની માગ છે કે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે અને આ પ્રવૃત્તિને બંધ કરાવો.

આ પીઆઈએલ કરનાર એમએસએમઈ મંત્રાલયના નિવૃત્ત અધિકારી છે. અરજદારના વકીલ પ્રશાંત ચાવડાની રજૂઆત હતી કે, અરજદારે આ મુદ્દાને અનુલક્ષીને કેટલીક આરટીઆઈ કરેલી. જેમાં માહિતી મળી હતી કે, એમએસઈ-સીડીપી યોજના અંતર્ગત અધિકારીઓ દ્વારા અયોગ્ય લોકોને ટેન્ડની ફાળવણી કરાયેલી છે અને ભ્રષ્ટાચાર આચરેલો છે. આ મુદ્દે સંબંધિત ઓથોરિટીને જાણ કરેલી, પરંતુ બે વર્ષ વિતવા છતા કોઈ પગલા લેવાયા નથી.

અરજદારની એ પણ રજૂઆત હતી કે, પેકેજિંગ ક્લસ્ટર, ડાયમંડ અને પોલિશિંગ ક્લસ્ટર, એન્જિનિઅરિંગ ક્લસ્ટર એમ આ ત્રણેય ક્લસ્ટરમાં ગેરરિતી આચરવામાં આવી છે. પેકેજિંગ ક્લસ્ટર એ મહેસાણામાં અને બાકીના બે ક્લસ્ટર એ સુરતમાં આવેલા છે.