Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- ગરીબો માટેના અનાજને બારોબાર વેચવાનુ કૌભાંડ, જવાબદારો સામે પગલા લો - અરજદાર

- એક જ પરિવારના બે રાશનકાર્ડ બનાવીને કૌભાંડ આચર્યું

ભાવનગરમાં રાશનકાર્ડના કૌભાંડ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં મંગળવારે સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર, ભાવનગર કલેક્ટર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજદારની માગ છે કે, નકલી રાશનકાર્ડ બનાવનારાઓ સામે કાર્યવાહી કરો.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત છે કે, ભાવનગરમાં નકલી રાશનકાર્ડનુ એક મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં, એક જ  પરિવારના બે રાશનકાર્ડ બનાવવામાં આવે છે. જેમાં, એક રાશનકાર્ડ ઓરિજનલ છે અને બીજુ રાશન કાર્ડ નકલી છે. જે પરિવારના નામે રાશનકાર્ડ છે, તે ઓરિજનલ રાશનકાર્ડમાંથી અનાજ સહિતની તમામ વસ્તુઓ મેળવે છે. જ્યારે આ જ પરિવારના નામે બનેલા નકલી રાશનકાર્ડની મદદથી રાશનકાર્ડના વેચાણકર્તાઓ દ્વારા મોટાપાયે અનાજની ખરીદી કરવામાં આવે છે અને તેને બારોબાર વેચીને મોટુ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે. જેના લીધે, ગરીબો માટેના અનાજને રાશનની દુકાનના માલિકો હડપી જઈ રહ્યા છે. આ માટે જવાબદાર લોકો સામે પગલા લેવામાં આવે.