Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • તંત્રના વલણ સામે લોકોએ વિરોધ કરતા પોલીસ દ્વારા દમન આચરાયો - અરજદાર
  • જૂનાગઢ મનપાએ દરગાહ તોડવા આપેલી નોટિસને રદ કરવાની માગ સાથે અરજી
  • હાઈકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી  
  • કેસની વધુ સુનાવણી 27 જૂને હાથ ધરાશે

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નરસિંહ મહેતા તળાવ વિકસાવવાના ભાગ રૂપે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાયેલી છે. જેમાં સો વર્ષ જુની જંગલશા પીર દરગાહને તોડી પાડવામાં આવી હતી અને આ ઉપરાંત, અન્ય દરગાહને તોડી પાડવા પણ મનપાએ નોટિસ પાઠવેલી જેની સામે થયેલી અરજીમાં હાઈકોર્ટે સરકાર, જૂનાગઢ મનપા સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 27 જૂને હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે જૂનાગઢ મનપા દ્વારા ઉપરકોટ કિલ્લામાં હાથ ધરાયેલી ડિમોલીશનની કામગીરી સામે ભૂતકાળમાં અરજી થયેલી છે. આ મેટર કોર્ટમાં પડતર હોવા છતાં 27-05-2023ના રોજ ઓથોરિટીએ ડિમોલીશનની કામગીરી હાથ ધરેલી. આ પછી, 16-06-2023ના રોજ જૂનાગઢ મનપાએ બીજી અન્ય દરગાહોને તોડી પાડવા માટે નોટિસ પાઠવેલી. આ સમયે, ઓથોરિટીએ આ દરગાહના માલિકી હક અને તે અંગેના દસ્તાવેજો માગેલા. આ દરગાહ વર્ષો જૂની છે અને તે અંગેની કાયદાકીય પ્રક્રિયા અનુસર્ચા વગર જ તંત્રએ ડિમોલીશનની કામગીરી હાથ ધરેલી. આ સમયે સ્થાનિક લોકોએ તેનો ભારે વિરોધ કરેલો. જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયેલુ અને પોલીસે બળપ્રયોગ કરેલો. પોલીસના આ દમનના વિડીયો પણ વાઈરલ થયેલા. પોલીસે આ કેસમાં ટોળા સામે ફરિયાદ પણ નોંધી છે. જૂનાગઢ મનપા દ્વારા દરગાહ તોડવા માટે જે નોટિસ પાઠવવામાં આવેલી છે, તેને રદ કરો. જૂનાગઢ મનપાના આપખુદી ભર્યા વલણને રોકો અને દરગાહના સંચાલકોને રજૂઆત કરવા માટે સમય આપો.  

આ પણ વાંચો : ભાવનગરમાં નકલી રાશનકાર્ડ કૌભાંડ સામે પીઆઈએલ, હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી