Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: રિવરફ્રન્ટથી નર્મદાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી પ્લેન સેવા માટે બીડ મેળવનારી મેરીટાઇમ એનર્જી હેલી એર સર્વિસ પ્રા.લિને બ્લેકલિસ્ટ કરાતા તેણે હાઇકોર્ટમાં રિટ કરી છે. આ કેસની વધુ સુનાવણી ૪ ઓકટોબરે રાખી છે. હાઇકોર્ટે અરજદાર પક્ષને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, કંપનીએ સી પ્લેન સેવાનું ટેન્ડર મેળવવા અગાઉ બીડ ભરી હતી, જેમાં તે સફળ પણ થયા હતા. સરકાર દ્વારા તેઓને એલોટમેન્ટ લેટર પણ અપાયો હતો. જો કે, કંપની અને સરકારની ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિ. વચ્ચે સમયસર કરાર પણ કરવાનો હતો. પરંતુ, તે થઇ શકયો ન હતો.

બીજીબાજુ, કેટલીક શરતો પણ પરિપૂર્ણ નહી થતાં સરકારની કંપનીએ અરજદારની સેવાઓ અને તેની સાથેના તમામ વ્યવહાર સમાપ્ત કરી દીધા હતા. એટલું જ નહી, અરજદાર કંપનીને બ્લેકલીસ્ટ કરી બેંક ગેરેંટી પણ જપ્ત કરી લેવાઇ હતી. હાઇકોર્ટે અરજદાર કંપની પાસે તેમને બ્લેકલીસ્ટ કરાઇ હોવા અંગેના દસ્તાવેજો માંગતા તેની કોપી અરજદાર પાસે નહી હોવાથી, હાઇકોર્ટે અરજદારને ડ્રાફ્ટ અમેન્ડમેન્ટ સાથે સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.