Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આ બંને દરગાહ સો વર્ષ જુની, કોઈ બદઈરાદા સાથે તેને હટાવવાની માગ કરી - અરજદાર

અરવલ્લી જિલ્લામાં દરગાહ હટાવવાની નોટિસ સામે અરજી

હાઈકોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવા નિર્દેશ આપ્યો

વર્ષોથી આ દરગાહ હજારો લોકોનુ આસ્થાનુ કેન્દ્ર - અરજદાર

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે, ત્યારે અહીં રહેલી સો વર્ષ કરતા વધુ જુની દરગાહને હટાવવાની કામગીરી પણ કરી રહી છે. જેની સામે થયેલી અરજીમાં હાઈકોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકાર, અરવલ્લીના કલેક્ટર, ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 17 જુલાઈએ હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરવલ્લી જિલ્લામાં ભેંસાવાડા ગામમાં ચાંદ પીર સૈય્યદ દરગાહ અને બાલા પીર દરગાહ આવેલી છેજે ૧૦૦ વર્ષ કરતાં પણ જૂની છે. ૧૯૮૪થી રેવન્યુ રેકર્ડમાં તેનો ઉલ્લેખ પણ છે. આ દરગાહ પર લોકો ઉર્સફતિહા સહિતની ધાર્મિક વિધિ અને અન્ય પરંપરા અદા કરવા આવે છે. વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી તોફાનો સમયે અસામાજિક તત્વોએ દરગાહને તોડી પાડેલી. જો કેપાછળથી તેને પુનઃસ્થાપિત કરાઇ હતી. આ દરમિયાન, કોઇ વ્યકિતએ બદઇરાદા સાથે એપ્રિલ-૨૦૨૨માં સ્થાનિક ગ્રામ પંચાયતમાં અરજી કરેલી કે, ગૌચરની જમીન પર આ દરગાહને ગેરકાયદે રીતે બાંધીને દબાણ કરાયુ છે, તેથી તેને દૂર કરો. જેથી ગ્રામ પંચાયતે ગુજરાત પંચાયત એકટની કલમ-૧૦૫(૧) હેઠળ નોટિસ ઈસ્યુ કરીને દરગાહને આવતીકાલ સુધીમાં દૂર કરવાની નોટિસ આપી હતી. જો કે દરગાહ વકફ પ્રોપર્ટી છે અને તેથી સત્તાધીશોએ વકફ એકટની જોગવાઇઓનું અનુસરણ કરવુ જોઈએ. સ્થાનિક સત્તાધીશો આ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર કોઈ કાર્યવાહી કરી ન શકે. 

 આ પણ વાંચો : હિન્દુ ધર્મ અપનાવનાર યુવક સાથે લગ્ન કરેલી યુવતીની માતાએ કરેલી હેબિયસ કોર્પસની અરજી હાઈકોર્ટે ફગાવી