Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ચોમાસાને હવે દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. તેમ હોવા છતાં પણ હજુ આ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે. આ રોડમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. આથી આ હાઇવે પર રાત દિવસ પસાર થતાં અસંખ્ય વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

રાજ્યમાં હવે લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે રાજકીય ગતિવિધિઓ પણ તેજ થતી જોવા મળી રહી છે. એવા સમયે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ડાંગના લોકસભા બેઠકના સાંસદ ડોક્ટર કે.સી.પટેલના વિરોધમાં લોકોનો રોષ હવે બહાર આવી રહ્યો છે. જિલ્લાના કપરાડામાંથી પસાર થતાં નાસિક નેશનલ હાઈવે પર રાજકીય સાંસદ ડોક્ટર કે. સી. પટેલના વિરોધમાં અનેક બેનરો લગાવવામાં આવ્યા અને લોકો આ અંગે તેમના વિરુધ્ધ રોષ વ્યક્ત કરી રહ્યા છે.

લાંબા સમયથી આ હાઇવેની હાલત ખખડધજ બની ગઈ હોવાથી છતાં પણ આ હાઇવેના રિપેરીંગનું કોઈ જ કામ નહીં થતાં આખરે લોકોએ આ મામલે સાંસદ ડોક્ટર કે. સી. પટેલને જવાબદાર ઠેરવીને તેમના વિરુદ્ધ બેનરો લગાવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

મહત્વપૂર્ણ વાત એ છે કે, ચોમાસા પછી રાજ્યમાં ખરાબ થયેલ રસ્તાઓને સમારકામ કરીને તેની હાલત સુધારી દેવામાં આવી છે. જો કે, રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા એવા વલસાડ જિલ્લાના કપરાડામાંથી પસાર થતા વાપી થી વલસાડ - નાસિક હાઇવેની હાલત હજુ પણ યથાવત જ રહી છે.

ચોમાસાને દોઢ મહિનાથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ આ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે. રોડમાં અનેક જગ્યાઓએ ખાડા પડી ગયા છે. આથી આ હાઇવે પરથી રાત દિવસ પસાર થતાં અસંખ્ય વાહનો ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખરાબ હાઇવેને કારણે અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે આ રસ્તાના કારણે વાહનોમાં ખરાબી પણ સર્જાઇ છે.

આથી  નેશનલ હાઈવે હોવાથી લોકોએ અનેક વાર વલસાડના સાંસદ ડોક્ટર કે. સી. પટેલ અને આને સંબંધિત વિભાગોમાં રજૂઆત પણ કરી હતી.

જો કે તેમ છતાં હજુ પણ હાઇવેનું સમારકામ ના કરવામાં આવતા અંતે લોકોએ આ ખરાબ હાઇવે મામલે સાંસદ ડોક્ટર કે. સી પટેલને જવાબદાર ઠેરવીને તેમના વિરોધમાં નાસિક હાઈવે પર  બેનરો લગાવ્યા હતા. આથી સામે ચૂંટણીએ વલસાડના સાંસદના વિરોધમાં લાગેલ આ બેનરોને કારણે જિલ્લાનું આંતરિક રાજકારણ પણ હવે ગરમાયું છે. લોકો આ અંગે સંબંધિત વિભાગ અને વલસાડના સાંસદ વિરુદ્ધ ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાજકોટ-અમદાવાદ મુસીબતનો હાઈ-વે એકલાં GSRTCને જ 21 કરોડ જેટલું નુકસાન