Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્નારા શહેરના સિંધુભવન રોડને દિવસે દિવસે વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ રોડ હાલ યુવાઓ માટે મનપસંદ સ્થળ બની ગયું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ આ રોડ પર 2 પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવવામાં આવ્યા છે. જેમાંથી એક કાર્યરત છે અને એક છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે અને તે ટોઈલેટ ધૂળ ખાઈ રહ્યું છે. આ ટોઈલેટ પાછળ તંત્રએ લાખોનો ખર્ચ કર્યો છે. પરતું તે પૈસા ધૂળ ખાઈ રહ્યા હોય તે નકારી શકાય તેમ નથી.

સત્તાધારી પક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાહદારીઓ અને લોકોની સુવિધા અર્થે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ અને પોઈન્ટ ઉપર અંદાજે કરોડના ખર્ચે પે-એન્ડ યુઝ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ પે એન્ડ યુઝ શૌચાલયો થોડા સમય શરૂ રહ્યાં બાદ કોઈ કારણોસર બંધ થઈ જતાં હોય છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે શહેરનો પોશ વિસ્તાર ગણાતા એવા સિન્ધુ ભવન રોડ પર તંત્ર દ્વારા એક વર્ષ પહેલા પૈ એન્ડ યુઝ સૌચાલય ઉભું કરવામાં આવ્યું હતું. પરંતુ તે બનાવ્યા બાદ તેને લોકો માટે ચાલુ રાખવા માટે જાણે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ સૌચાલય બનાવવામાં આવ્યું ત્યારથી જ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.

સિન્ધુ ભવન રોડ પર લોકોની અવર-જવર વધુ રહેતી હોય છે જેથી આ રોડ પર બે સૌચાલય ઉભા કરવામાં આવ્યા હતા. જેમાંથી હાલ એક ચાલુ છે અને બીજો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં નાગરિકોની સુવિધા માટે જુદા જુદા સ્થળોએ આશરે 350 જેટલા પે એન્ડ યુઝ ટોયલેટ બનાવાયા છે. જેમાં પુરુષ અને મહિલાઓના ટોઈલેટના બ્લોક અલગ હોવા છતાં ત્યાંનો મુખ્ય દરવાજો એક હોવાથી મોટાભાગના શૌચાલયોમાં મહિલાઓ તેનો ઉપયોગ કરવાનું ટાળતા હતા.

 

આ પે એન્ડ યુઝ ટોઈલેટ શરુ કરાવવા માટે લોકો સાથે ચર્ચા કરવામાં આવતા તેઓએ જણાવ્યું કે આ ટોઈલેટ વહેલી તકે શરુ થાય અને તેનો નાગરિકો લાભ ઉઠાવે તેવી લોકોની માંગ છે. પરતું તંત્ર દ્વારા શહેરમાં હજી પણ મોટા ભાગના આવા ટોઈલેટ બંધ હાલતમાં છે પરતું તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

આ પણ વાંચો : ગોધરાના મોર ડુંગરામાં પાઇપલાઇન તો નંખાઇ પણ પાણીના બૂંદની રાહ જોઇ રહેલા ગામ લોકો