Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

મિચૌંગ વાવાઝોડાને લીધે હવામાનમાં પલટો આવ્યા પછી પરેશ ગોસ્વામી દ્વારા આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે બાબતે આગાહી કરવામાં આવી છે.પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. તેમણે રાજ્યમાં આગામી સમયમાં ક્યારથી ઠંડી વધશે તે અંગે તારીખ સાથે સંભાવનાઓ આપી છે.

ખેડૂતોને ઉપયોગી થાય તેવી ખાતર માહિતી આપવાની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી હવામાન કેવું રહેશે અને કયા વિસ્તારોમાં તેની કેવી અસરો થશે તે બાબતે માહિતી આપતા રહે છે. શિયાળો સામાન્ય વ્યક્તિની માટે ઠંડીથી બચવું અને સ્વેટર સાથેની ઠંડીથી રક્ષણ આપતા કપડાંનો ઉપયોગ કરવા સુધી સીમિત હોય છે પરંતુ ખેડૂતો માટે ઠંડી ઘણી જ મહત્વની છે. શિયાળાનો ચમકારો રાજ્યના ઘણાં ભાગોમાં વર્તાઈ રહ્યો છે, પરંતુ સવારનું તાપમાન ક્યારથી ઘટશે અને કડકડતી ઠંડીની શરુઆત કઈ તારીખથી થઈ શકે તે અંગેની માહિતી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે.

હવે માવઠાની પરીસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા છીએ, પરંતુ ઘણાં સમયથી હવામાન અસ્થિર રહ્યું છે. બંગાળની ખાડીમાં બનેલ વાવાઝોડાના કારણે ગુજરાતની હવાની દિશાઓમાં પણ બદલાવ આવ્યા હતા. જે હવાઓ ઉત્તર અને ઉત્તર-પૂર્વની સેટ થઈ તેમાં વાવાઝોડાના કારણે ફેરફાર નોંધાયા હતા. જો કે,પવનની ગતિમાં જે વધારો થયો તે 7 ડિસેમ્બરની બપોરથી સામાન્ય થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે પવનની ગતિ 10-12 kmhની થવાની સંભાવનાઓ પણ તેમણે વ્યક્ત કરી છે.

આ સાથે તેમણે રાજ્યમાં ફરી હવાઓ ઉત્તર અને ઉત્તર-પૂર્વની સેટ થસે તેમ પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ઉત્તર ભારત તરફથી બેક ટૂ બેક વેસ્ટર ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે પણ ભેજ વધ્યો છે. તેના લીધે ગુજરાતના ઘણાં બધા ભાગોમાં ઝાકળિયો વરસાદ,ધૂમ્મસ સાથે બદલાયેલું હવામાન સવારના સમયે જોવા મળી શકે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. જેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે તેમ પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુમાં તે જણાવે છે કે, પાછલા કેટલાક દિવસથી દિવસ દરમિયાનનું તાપમાન 30-31 ડિગ્રીની આસપાસ નોંધાયુ હતું જે ઘણું નીચું છે. આવામાં 10 તારીખ સુધી મહત્તમ તાપમાન 27-28 ડિગ્રી પર પહોંચી શકે તેમ છે. જ્યારે રાત્રીનું તાપમાન 15-17 ડિગ્રી જોવા મળી શકે છે. જો કે, 10 ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડી પડી શકે તેવી સંભાવના છે.

આમ આગામી દિવસોમાં પણ રાજ્યમાં ધૂમ્મસ અને ઝાકળિયો વરસાદ જોવા મળવાની શક્યતાઓ સાથે પરેશ ગોસ્વામીએ ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. હાલ ઠંડા પવનોનો અનુભવ પણ થઈ રહ્યો છે ત્યારે શહેરોમાં ઠંડીની એટલી અસર દેખાઈ રહી નથી.

આ પણ વાંચો : અમદાવાદ-કચ્છ હાઇવે પર થયો અકસ્માત, જાણો કેટલા લોકોને થઈ ઇજા