Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દેશનાં પૂર્વમાં આવેલા મણિપુર રાજ્યમાં છેલ્લા 80 દિવસથી વધુ સમયથી હિંસા ચાલી રહી છે. જેમાં કૂકી આદિવાસી સમુદાયની બે મહિલાને નિર્વસ્ત્ર ફેરવી સામૂહિક બળાત્કારની ઘટના બની છે. તેમજ ફ્રીડમ ફાઈટરનાં વૃદ્ધ પત્નીને પણ એસિડ નાખીને સળગાવી દેવાની ઘટના બની હતી. જેના કારણે મણિપુર સહિત સમગ્ર દેશના કુકી આદિવાસી સમુદાય આક્રોશમાં જોવા મળી રહ્યો છે.

મણીપુર હિંસાની વાત કરીએ તો ત્રણ મહિના સુધીનો સમય વીતવા પર આવ્યો છે. ત્યારે હજુ પણ હિંસાનાં સમાચારો આવી રહ્યા છે. જોકે મણીપુરનાં મુખ્યમંત્રી બીરેન સિંગ દ્વારા બનાવને લઈને તાકીદે પગલા લેવાયા છે અને આ ઘટનાનાં સમયે હિંસામાં વધારો ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં ઇન્ટરનેટની સુવિધા પણ બંધ કરી દેવાઈ હતી. અને તમામ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને પણ સ્થિતિ કંટ્રોલ કરવા માટે CM દ્વારા સૂચનો આપી દેવાયા હતા. જોકે છેલ્લા ઘણા સમયથી હિંસા ચાલી રહી હોવાથી તંત્ર અને ત્યાંની સરકાર પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે. જેને લઈને આજે અમદાવાદ કલેકટર ઓફિસે ગુજરાત ભીલ સેવા સંઘ તથા આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને આ મામલે સમગ્ર ટોળામાંથી આરોપીઓને જસ્ટીફાય કરી દોષીઓને ફાંસી આપવા ઉગ્ર માંગણી કરી હતી.

આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠનનાં પ્રમુખ આશાભાઈ લીંડિયા આ મામલે NGN ન્યૂઝને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આદિવાસી સમુદાયની બે મહિલાઓને નિવસ્ત્ર ફેરવી સામુહિક બળાત્કારની ઘટનાએ ભારતભૂમિની માતૃભૂમિને વંદન કરનાર માતૃશક્તિની પૂજા કરનાર લોકો તરીકેની ઓળખને લાંછન લગાવી દેશને વિશ્વમાં લજ્જિત કરી દીધો છે. આ ઘટનાનાં વિડીયો જોનારનાં શરમ અને લજ્જાથી રુવાડા ઊભા થઈ જાય એવી ભારતીય સમાજને ભારત દેશને લાંછન રૂપ ઘટનાએ ગુજરાતનો આદિવાસી સમાજ આશ્રુભીનાં ગુસ્સા અને વ્યથાથી ઉગ્ર વિરોધ કરે છે. ભવિષ્યમાં આવી ઘટના કોઈપણ ભારતીય દીકરી કે માતા સાથે ન થાય એ માટે સરકારને વિનંતી કરીએ છીએ કે એ જઘન્ય અપરાધ કરનાર નરાધમોને, દોષિત ટોળાને ફાંસીની સજા આપવામાં આવે અને ભારતીય ભૂમિની દરેક બહેન માતા દીકરીનાં માન, સન્માન અને ગરીમા જળવાય. તેમજ ખાસ કરીને આદિવાસી સ્ત્રીઓનાં રક્ષણ માટે સખત કાયદો લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

મણીપુરમાં થયેલી હિંસાને લીધે સમગ્ર દેશનો આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે. જેમાં સુરત શહેરમાં આદિવાસી સગીર બાળા ઉપર બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારી તેની તપાસ CBI ને સોંપવામાં આવે અને ગુનેગારોને સજા થાય તેમજ મધ્યપ્રદેશમાં આદિવાસી દીકરા ઉપર જાહેરમાં પેશાબ કરનારને કડકમાં કડક સજા થાય અને બનાસકાંઠાના પીલુડા ગામના રાજપૂત સમાજના એક ઈસમે વોટસએપનાં માધ્યમથી આદિવાસી ભાઈઓ તથા આદિવાસી દીકરીઓને બેફામ ગાળો બોલી અપમાનિત કર્યા હતા. તેની તપાસ તેમજ તેને કડક સજા કરવા આદિવાસી સમુદાયની શિક્ષિત યુવા પેઢીએ માંગણી કરી હતી.

આ પણ વાંચો : ભારે વરસાદમાં વસ્ત્રાપુર લેકફ્રન્ટની દિવાલ તણાઈ, જોખમ ઊભું થયું