Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનો જીવ ગયો છે. જેમાં સુરતના વેસુમાં 38 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. જેમાં યુવક ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી તે યુવકને મૃત જાહેર કર્યો છે.

હાર્ટ એટેકથી મોતની આશંકા વ્યક્ત કરી

શહેરમાં એક પછી એક હાર્ટ એટેકની ઘટનાઓ બની રહી છે. જેમાં સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોતની આશંકા છે. 38 વર્ષીય યુવક ઘરમાંથી બેભાન મળ્યો હતો. જેમાં તેમના પત્ની અને બાળકો વતન ગયા હતા. જયારે તેમના ભાઈએ ઘરનો દરવાજો ખોલી જોતા યુવાન મૃત પડ્યો હતો. ત્યારે તાત્કાલિક 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા યુવાનને મૃત જાહેર કર્યો હતો. તથા હાર્ટ એટેકથી મોતની આશંકા વ્યક્ત કરી હતી.

હૃદયને કામગીરી કરવા માટે ઓક્સિજનના સારા પુરવઠાની જરૂર

આપણા શરીરના અન્ય ભાગોની જેમ, હૃદયને પણ સારી કામગીરી કરવા માટે ઓક્સિજનના સારા પુરવઠાની જરૂર હોય છે. કોરોનરી ધમનીઓ આ જરૂરિયાત પૂરી કરે છે અને હૃદયને ઓક્સિજન પૂરો પાડે છે. બિન આરોગ્યપ્રદ આહારની આદતો અને આપણી જીવનશૈલીને લીધે, કોરોનરી ધમનીઓની દિવાલો પર ચરબીના થર વિકસે છે. જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કર્યા વિના સમય જતાં આવા પ્લાકનું નિર્માણ અવરોધોમાં ફેરવાઈ શકે છે અને ધમનીમાં કોઈપણ અવરોધ રક્ત હૃદયના સ્નાયુના ભાગો સુધી પહોંચતા અટકાવે છે અને આ કાર્ડિયાક ઇસ્કેમિયાનું કારણ બને છે. એવી સ્થિતિ જ્યાં હૃદયનો એક ભાગ ઓક્સિજનથી વંચિત રહે છે. જ્યારે કાર્ડિયાક ઇસ્કેમિયાની નોંધ લેવામાં આવતી નથી અથવા લાંબા સમય સુધી સારવાર કરવામાં આવતી નથી. ત્યારે હૃદયની પેશીઓ મૃત્યુ પામે છે અને હાર્ટ એટેકનું કારણ બને છે. હાર્ટ એટેકને મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો:  સુરતના નવા વિસ્તારો પુણા અને પાલમાં 14 કરોડના ખર્ચે નવી 2 સુમન સ્કૂલ બનશે