Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમેરિકામાં સતત બનતી ગોળીબારની ઘટનાઓ હવે સરકારની ચિંતા વધારી રહી છે. અલગ અલગ ભાગોમાં ગોળીબારની ઘટનાઓ વધતી જ જઈ રહી છે. ત્યારે ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં 4 લોકોના મોત થયા છે.

લોસ એન્જલસમાં ગોળીબારની ઘટના બની

અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગોળીબારની ઘટના બની રહી છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. શનિવારે લોસ એન્જલસમાં ગોળીબારની ઘટનામાં શંકાસ્પદ હુમલાખોર સહિત કુલ 4 લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટનાને હત્યા પછી આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે. આ ઘટના અંગે લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે લેર્ડો એવન્યુના 11600 બ્લોકમાં ગોળીબારની માહિતી મળ્યા બાદ અધિકારીઓ સાંજે 7 વાગ્યા પહેલા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મૃતકો વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી

પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે 4 લોકોના મૃતદેહ જોવા મળ્યા હતા. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ આત્મહત્યા પછી હત્યાનો મામલો હતો. હજુ સુધી મૃતકો વિશે અન્ય કોઈ પણ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી અને ગોળીબાર શા માટે કરાયો તે પણ જણાવવામાં આવ્યું નથી.