Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની આશંકા છે. જેમાં દહેગામના લિહોડા ગામમાં દારુ પીવાથી 2ના મોત થાય છે. તેમજ ત્રણને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડની આશંકાને લઈને ઉચ્ચ અધિકારીઓના લિહોડા ગામે ધામા છે. તથા રખિયાલ પોલીસે દારુના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન પણ કર્યું છે.

દારૂ પીધા પછી વિક્રમ અને કાનજીનું મોત થયુ 

દારૂ પીધા પછી વિક્રમ અને કાનજીનું મોત નિપચ્યું છે. જેમાં દારૂ પીધા પછી 9 વ્યક્તિઓની તબિયત બગડી હતી. જેમાં 2 વ્યક્તિના મોત, 1ની હાલત નાજુક છે તે ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને 6 વ્યક્તિઓને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. 

રેન્જ આઈ. જી અને જિલ્લા પોલીસવડાએ પણ તપાસ હાથ ધરી

રેન્જ આઈ. જી અને જિલ્લા પોલીસવડાએ પણ તપાસ હાથ ધરી છે. તેમજ લિહોડા ગામે 108ની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગાંધીનગર પોલીસ વડાનો સ્પષ્ટ દાવો છે કે આ ઘટના ગઈકાલની છે. તેમજ SPએ પણ જણાવ્યું કે ઘટના પછી સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. તેમા મીથેનોલની કોઈ જ હાજરી નહી. મૃત્યુ પામનાર વ્યક્તિઓ લાંબા સમયથી દારૂ પીતા હતા. લિહોડા ગામે દારૂ પીવાથી બે વ્યકિતના મોત અને અન્ય ત્રણ લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુ વેગે પ્રસરી હતી અને બીજી તરફ આ અંગેની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે.

108 વાન પણ લિહોડા ગામે ખડકી દેવામાં આવી હતી

દહેગામ તાલુકાના લ્હોડા ગામે શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે. જેમાં ઝેરી દારૂ પીવાથી પનાના મુવાડા ગામના એક વ્યક્તિ તેમજ લિહોડાના એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારે ગામના ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને 108 વાન દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે. આ બનાવની જાણ રખિયાલ પોલીસને થઈ ત્યારે રખિયાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ દારૂના અડ્ડાઓ તેમાં દારૂ પીનારાઓની શોધખોળ અને તેમની તબિયત કેવી છે તેની હિલચાલ માટે સર્ચ ઓપરેશન કર્યું હતું. તો બીજી તરફ આ અંગેની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા રેન્જ IG વિરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લિહોડા ગામે દોડી ગયા હતા. બીજી તરફ કોઈ દારૂ પીધેલી વ્યક્તિ શંકાસ્પદ બીમાર હાલતમાં જણાઈ આવે તેમના માટે 108 વાન પણ લિહોડા ગામે ખડકી દેવામાં આવી છે. 

આ પણ વાંચો:  જાણો ગુજરાતમાં ઉત્તરાયણ પર પવનની ગતિ કેવી રહેશે