Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જૂની પેન્શન સાથેના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી ઠરાવ કરવામાં આવ્યો નથી. ઠરાવ કરવામાં ના આવતા શૈક્ષણિક મહાસંગ દ્વારા આક્રોશમાં આવીને અંતે આંદોલન છેડવામાં આવ્યું છે.

આ આંદોલન જૂની પેન્શન સહિતના જે પડતર પ્રશ્નો છે તેને લઈને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ આક્રોશમાં આવ્યું છે અને તેના દ્વારા આજે પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં રાજ્યના એક લાખ જેટલા શિક્ષકો જોડાવાના છે. આ કાર્યક્રમમાં એક જ સમયે સમગ્ર  રાજ્યના 11 સ્થળો પર મહાપંચાયતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શૈક્ષણિક મહાસંઘ દ્વારા આયોજિત આ પદયાત્રા તથા મહાપંચાયત રાજ્યના મહેસાણા, હિંમતનગર, ગોધરા ,વડોદરા, ખેડા, નવસારી, સુરત, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા અને મોરબી આટલા શહેરો ખાતે યોજાવા જઈ રહી છે.

જૂની પેન્શન સહિતના પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો ઠરાવ કરવામાં આવ્યો નહીં.ત્યારે આ વાતથી શિક્ષકો આક્રોશમાં આવી ગયા છે અને શૈક્ષણિક મહાસંગ દ્વારા હવે આ બાબતે આંદોલન છેડવામાં આવ્યું છે. અગાઉ પણ પ્રથમ તબક્કાના આંદોલન પછી પણ આ અંગેના પ્રશ્નો ઉકેલાયા ન હતા. આથી આ તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે હેતુસર હવે ઠરાવ પસાર કરી આજે એટલે કે નવમી ડિસેમ્બરના રોજ પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય મુખ્ય શિક્ષકે સ્ટાર્ટ સહિતના વિવિધ પડતર પ્રશ્નો મહાનગરપાલિકાના પડતર પ્રશ્નો વાર્તાલાપ કરી નિકાલ ન આવતા વિવિધ સ્થળો પર પદયાત્રાનું આયોજન કર્યું છે.

આ અંગેના પ્રશ્નોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ, એચ ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો બદલીને કેમ્પ સત્વરે યોજવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક કર્મચારીઓને શાળા બદલીનો લાભ મળે તે માટે આ સમિતિની રચના સહિતના ઘણા બધા પ્રશ્નોના ઉકેલ માટે થઈને આ આંદોલનનું અને પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીનો એકેડમી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય, ત્રણ પ્રોફેસરોને સસ્પેન્ડ કર્યા