Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતાં છેલ્લા ઘણા દિવસથી અનુભવાતી દિવસની ઠંડીમાં ઘટાડો થયો છે. બીજી તરફ બે દિવસથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આજે શનિવારે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી, કંડલામાં 13.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ડિસામાં 13.8 ડિગ્રી નોંધાયુ છે. જો કે અમદાવાદમાં હજુ સુધી શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થઈ નથી. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી વધુ નોંધાયુ હતુ. અમદાવાદમાં હાલમાં લઘુત્તમ તાપમાન 12.9 ડિગ્રી નોંધાવવુ જોઈએ તેના બદલે વધુ નોંધાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, જામનગરમાં આજે શનિવાર સવાર સુધીમાં હળવો વરસાદ પડવાના સંકેતો આપવામાં આવ્યાં હતા. પરંતુ આજે શનિવારે હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતાઓ નથી. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 27 ડિગ્રીથી નીચે આવી ગયું હતુ. તેના કારણે દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો વર્તાતો હતો. આ પ્રકારનું વાતાવરણ સર્જાવાના કારણે શરદી, ખાંસી અને તાવ જેવી બિમારીમાં અનેક લોકો ઝપેટમાં આવી ગયાં છે.

માઉન્ટ આબુમાં તાપમાન એક ડિગ્રી નોંધાયું, સહેલાણીઓનો વધ્યો ધસારો

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શહેરાણીઓનો ઘસારો આજે જોવા મળ્યો હતો શનિ રવિની રજા દરમિયાન માઉન્ટ આબુમાં પ્રવાસીઓ વધતા મોટા ભાગની હોટલોમાં હાઉસફુલ થવાના કારણે રોકાણ માટે દોડધામ કરવી પડી હતી. માઉન્ટ આબુના સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આજે 80% જેટલી હોટલમાં બુકિંગ થઈ ગયું હતું અને સહેલાણીઓનો ઘસારો વધું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આજના દિવસમાં તાપમાન એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 11 ડિગ્રી પર અટક્યું હતું આમ માઉન્ટ આબુમાં હજુ ઠંડીનું પ્રમાણ સામાન્યવત રહ્યું છે.

આ પણ વાંચો : ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી 800 લોકોએ હજયાત્રાએ જવા માટે કરી અરજી