Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટનો સરકારને સવાલ, તમારે ટ્રિબ્યુનલ ચલાવવી જ નથી તો રચના શા માટે કરી?

- રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ

અમદાવાદ: ગુજરાત રેરા ટ્રિબ્યુનલમાં સભ્યોની હજુ સુધી નિમણૂંક નહી થતાં ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારની આકરી ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે, જો તમારે ટ્રિબ્યુનલ ચલાવવી જ નથી તો પછી તેની રચના શા માટે કરી? સરકાર આ કાયદાનો ઉમદા હેતુ જ મારી નાંખવા ઇચ્છે છે. તમે ખુદ તમારા હિત વિરૂદ્ધ વર્તી રહ્યા છો. હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, આ મામલે જવાબ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી 28 ઓગષ્ટે હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારની રજૂઆત હતી કે, ગુજરેરામાં ચેરપર્સનની નિમણૂંક કરી દેવાઈ છે. જેથી હાઇકોર્ટે અન્ય સભ્યોની નિમણૂંક અંગે સરકારને સવાલ કરેલો. આ અંગે સરકારી વકીલની રજૂઆત હતી કે આ મેટર કમિટીની વિચારણા હેઠળ છે. જેથી હાઈકોર્ટે નારાજગી દર્શાવતા ટકોર કરેલી કે  દર વખતે તમે કમિટીનું બહાનુ આગળ ધરો છો. કમીટીએ નામોની ભલામણ કરવાની હોય છે. તમારે નામો મગાવીને મોકલવાના હોય છે. પરંતુ સરકારે નામો જ ના એકત્ર કર્યા હોય તો કમિટી શું કરે? તમે કમિટીની રચના કરી છે અને કમિટી શું કરવા માંગે છે, કમિટીએ શોર્ટ લિસ્ટ કર્યા તે નામો કયાં છે? આ અંગે સરકાર ૨૮મી ઓગષ્ટે જવાબ રજૂ કરે.