Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

તમામ પ્રકારના જુના વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) ફીટ કરવાનું કામ કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાથી હાલ પૂરતી કામગીરી બંધ રાખવામાં આવી છે. જેના કારણે અમદાવાદની ત્રણ સહિત રાજ્યની 300  RTO માં લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. રોજના 3,000 થી વધુ લોકો ધક્કા ખાઈ રહ્યા છે. તેમજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગએ કોઈપણ જાહેરાત કર્યા વિના ડુપ્લિકેટ લાયસન્સની ફી 400 થી 200 વધારીને કુલ 600 કરી દેવામાં આવી છે. અમદાવાદની આરટીઓમાં ડુપ્લિકેટ લાયસન્સ માટે રોજની સરેરાશ 150 થી વધુ અરજીઓ આવતી હોય છે. તેમજ આ બાબતે અમલ વહેલો નહીં કરાતા સરકારે અંદાજે રૂપિયા 3 કરોડની આવક ગુમાવી પડી છે.

રાજ્યની તમામ RTO શાખામાં જુના વાહનોની નંબર પ્લેટ લગાવવાનું કામ કરતી કંપનીએ કોઈપણ જાહેરાત કર્યા વિના જ જુના વાહનોમાં નંબર પ્લેટ લગાવવાનું કામ બંધ કરી દીધું છે. તેમ છતાં વાહન વ્યવહાર વિભાગે કંપની પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. જુના વાહનોમાં બ્લેક ફિલ્મ દૂર થઈ ગઈ હોય, નંબર પ્લેટ તૂટી ગઇ હોય, નંબર પ્લેટના આંકડા દેખાતા ન હોય તેવા તમામ વાહન માલિકો RTOમાં ઓનલાઈન પ્રક્રિયા કરતા હોય છે. પરંતુ સાઇટ બંધ હોવાથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ નથી મળી રહી, જે મામલે NGN ન્યુઝ દ્વારા RTO માં તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે કંપનીનો કોન્ટેક્ટ પૂરો થઈ જતા હાલ પૂરતું કામ બંધ રાખવામાં આવ્યું છે. તેમજ નવા વાહનો માટે શોરૂમ પર એચએસઆરપી સપ્લાય કરવાની કામગીરી ચાલુ જ છે. તેમજ આ મામલે આરટીઓ અધિકારીઓનું કહેવું છે કે રિન્યુ કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ કોન્ટ્રાક્ટ રીન્યુ થતાં તમામ કામગીરી શરૂ કરવામાં આવશે.

વાહન વ્યવહાર વિભાગે કોઈપણ જાહેરાત કર્યા વગર જ ડુપ્લિકેટ લાયસન્સની ફી રૂપિયા 400 થી 200 વધારી રૂપિયા 600 કરી દેવાઇ છે. તેમજ નવા વાહનના ટેમ્પરરી નંબરમાં 2021 માં ભાવ વધારો કરાયો હતો. પરંતુ અમલ હાલમાં થતા સરકારે અંદાજે 40 કરોડથી વધુ આવક ગુમાવવી પડી છે. આવી જ રીતે ડુપ્લીકેટ લાયસન્સની ફીમાં પણ 2021માં વધારો કરી દેવાયો હતો. પરંતુ અમલ પહેલી ઓગસ્ટ 2023થી કરવામાં આવતા હવે અગાઉની રકમ સરકારને ગુમાવવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.

આ મામલે સરકારી તિજોરીને થયેલા નુકસાન અંગે વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં 2021માં 66,703, અને 2023માં 26,996 ડુપ્લિકેટ લાયસન્સની અરજીઓનો નિકાલ કરાયો હતો. આમ ત્રણ વર્ષમાં કુલ ₹1,59,842 અરજીઓની રૂપિયા 200 પ્રમાણે 3.19 કરોડની આવક સરકારને થઈ હોત. પરંતુ આ મામલે વાહન વ્યવહાર વિભાગની લાપરવાહીને કારણે અમલ જ નહીં કરાતા સરકારી તિજોરીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેવું હાલ કહી શકાય છે.

જો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો સરકારના સર્વરમાં છેલ્લા 15 દિવસથી ડુપ્લિકેટ લાયસન્સની અરજી કરી હોય અને હાલ વેરીફાઇ અને એપ્રુવલ બાકી હોય તો પણ અરજદારને વધારાના 200 રૂપિયા ભરવા પડશે અને ત્યારબાદ જ અરજી વેરીફાઈ અને એપ્રુવ કરવામાં આવશે. જો કે બિનજરૂરી ફી વધારો પરત ખેંચવાની અરજદારો દ્વારા માંગણી કરવામાં આવી છે. જો આ પ્રક્રિયા બાદ થતા કુલ ખર્ચની જો વાત કરીએ તો ડુપ્લિકેટ લાયસન્સમાં પોલીસ રિપોર્ટથી લઈ RTOની કામગીરીનો ખર્ચ વધીને રૂપિયા 2000 થી 2500 સુધી હાલ પહોંચી જવા પામ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટાયર કિલર પ્રોજેક્ટનો થયો ફીયાસ્કો