Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

નાઇજિરીયામાં ઉત્તરપૂર્વમાં એક નદીમાં સ્થાનિક વેપારીઓથી ભરેલી બોટ ડૂબી જતાં બચાવકર્તાઓ 70થી વધુ લોકોની શોધ કરી રહ્યા છે. વેપારીઓથી ભરેલી બોટ ડૂબી જતાં ગુમ થયા હતા. તેમ ઇમરજન્સી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. 

નાઇજિરીયામાં નદીની જાળવણીના અભાવને કારણે ખરાબ નિયમનવાળા જળમાર્ગો પર બોટ અકસ્માતો વારંવાર થાય છે, ખાસ કરીને વરસાદની ઋતુમાં જ્યારે નદી અને તળાવો પૂરના પાણીથી ભરાઈ જાય છે.

વેપારીઓ અને બાળકો સહિત 100થી વધુ લોકોને લઈ જતી બોટ શનિવારે તારાબા રાજ્યમાં કરીમ લામિડો જિલ્લામાંથી નદીની બીજી બાજુએ આવેલા માયો રાનેવા ગામમાં માર્કેટ તરફ જઈ રહી હતી ત્યારે તે બોટ પલટી ગઈ હતી.

તારાબા સ્ટેટ ઇમરજન્સી એજન્સીના પ્રવક્તા બ્રાયસન બેને જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી મૃત્યુઆંક વધીને 18 થયો હતો. "સર્ચ અને રેસ્ક્યૂ ટીમો હજુ પણ નદીમાં મૃતકોની શોધખોળ કરી રહી છે." તેમણે કહ્યું કે, ત્યાં કોઈ પેસેન્જર મેનિફેસ્ટ નથી અને બોટમાં 100 મુસાફરો હતા કે કેમ તે ચોક્કસ રીતે નક્કી કરવું મુશ્કેલ હતું.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓકટોબર મહિનાની શરૂઆતમાં, 40 લોકો ગુમ થયા હતા અને નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ કેબી રાજ્યમાં 50 મુસાફરોને લઈ જતી બોટ પલટી જતાં 40 લોકો મૃત્યુ પામ્યા હતા.

(Disclaimer: આપેલ માહિતી ન્યુઝ એજન્સીઓના ઈનપુટ દ્વારા આપવામાં આવી છે, અહી આપવામાં આવેલ માહિતીની અમે (New Gujarati News) પુષ્ટિ કરતા નથી)