Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

એનજીએન ન્યુઝ (NGN News)માં પ્રસારિત કરવામાં આવેલા સમાચાર બાદ નિકોલમાં આવેલા ફોર્ચ્યુન સર્કલથી ભક્તિ સર્કલ સુધીનો જે રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હતો. તેનું સમારકામ કરવાનું તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. રોડ પર આવેલા જે ખાડા હતા તેને પુરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી મશીન (JCB Machine) ઉતારવામાં આવ્યું અને અહિયાં પહેલા જે રોડ પર ક્યારેય કોઈ નેતા ફરકતા પણ ન હતા, તે રોડ પર અચાનક નેતાઓનો જમાવળો જોવા મળ્યો. જે ઉપરથી સ્પષ્ટ થાય છે કે એનજીએન ન્યુઝમાં પ્રસારિત કરવામાં આવેલા ન્યુઝ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને પ્રજાના હિત માટે એનજીએન ન્યુઝ હંમેશાથી આવા સમાચાર પ્રસારિત કરતું આવ્યું છે. 

એનજીએન ન્યુઝનો હંમેશાથી એવો પ્રયત્ન રહ્યો છે કે તંત્ર દ્વારા જે પણ કામકાજ અધૂરા મૂકવામાં આવ્યા છે તે કામકાજ તંત્રની આંખે વળગાવા અને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તંત્રને જગાડવા માટે એનજીએન ન્યુઝ હંમેશાથી કટિબદ્ધ રહ્યું છે. નિકોલ વિસ્તારમાં આવેલા રોડની હાલત બે વર્ષ કરતા પણ વધારે સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં હતી અને જ્યારે ચોમાસુ હોય ત્યારે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે હાલ નિકોલના કોર્પોરેટર બળદેવભાઈ પટેલ દ્વારા એનજીએન ન્યુઝમાં બાહેધરી આપવામાં આવી છે કે રોડનું કામકાજ સત્વરે પૂરું કરવામાં આવશે અને આવનારા સમયમાં પણ એનજીએન ન્યુઝ તરફથી આવા જ પ્રજાલક્ષી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્ન રહેશે.