Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

NGN Impact: રાજ્યના ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં આવેલ કનીપુર ગામની અમારી ટીમ (New Gujarati News)એ મુલાકાત લીધી હતી, જ્યાં વર્ષોથી પાણીની સમસ્યા હતી. સરકાર દ્વારા "નલ સે જલ" યોજના તો બની હતી, પણ લોકો સુધી પીવાનું પાણી પહોંચ્યું ન હતું. કનીપુર ગામની અંદાજિત વસ્તી ૩૪00 છે, છતાં ગામમાં પાણી માટે કોઈજ સુવિધા ન હતી. અમારી ટીમે જ્યારે ગામની મુલાકાત લીધી ત્યારે ગામના લોકો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે આ ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે, અમારે પાણી ભરવા માટે દૂર દૂર સુધી બેડાં લઈને જવું પડે છે. 

ત્યાર બાદ કનીપુર ગામના સરપંચ સાથે અમારી ટીમે આ અંગે વાત કરતાં સરપંચે ખાતરી આપી હતી કે ટુંક સમયમાં જ આ સમસ્યાનું નિવારણ આવી જશે અને બોરવેલની સુવિધા ઊભી કરવામાં આવશે જેથી કરી ગામ લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા ન જવું પડે તેમજ પાણીને કોઈ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે. ગામના સરપંચના આ નિવેદન બાદ તરત જ બોરવેલનું કામ શરૂ કરાયું હતું અને પાણીની સમસ્યા દૂર કરવામાં આવી છે. ગામના લોકોને હવે પાણી માટે વલખાં નહીં મારવા પડે. પીવાના પાણી માટે ગામલોકોને રઝળપાટ કરવો પડતો હતો જે હવે નહીં કરવો પડે. ગામ લોકો દ્વારા પણ એનજીએન ન્યૂઝનો આભાર માનવામાં આવ્યો અને સાથે જ સરપંચે પણ આભાર માન્યો હતો. આ પેહલા બોરવેલની જે સરકારી જમીન હતી તે જમીન પર જુના સરપંચના ભાઈ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. જેનો ઉકેલ પણ એનજીએન ન્યૂઝ દ્વારા લાવવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સરપંચને પણ મદદ થઈ હતી. 

ભારતમાં દરેક વખત ગરમી પડતાની સાથે જ પાણીની ભુમો ચાલુ થઇ જતી હોય છે ત્યારે દરેક વખત સરકાર કહે છે કે અમે અમારી "નલ સે જલ" (Nal Se Jal)ની યોજના વધારી છે, વધુ સારી કરી છે અને વધુ ગામને પાણી આપવા માટે સક્ષમ છે, ત્યારે દેશમાં આવેલા ગામડાઓ આ "નલ સે જલ" ની યોજના જે માત્ર કાગળ પર જ દેખાય છે એને ભાર લાવીને તંત્રને એવી રીતે પડકારે છે કે તંત્રની આંખો ખુલે.


ગામમાં લોકો માથા પર બેડા લઈને પાણી ભરવા માટે મજબુર બન્યા હતા. આ મહિલાઓ દ્વારા સવાર પડતા જ દુર દુર સુધી માથે બેડા લઈ પાણી માટે જવું પડતું અને એ પણ રોજ પાણી મળશે તે તો નક્કી નથી જ, કારણ કે આખા ગામમાં પાણી માત્ર અડવાડીયામાં એક વાર જ આવે છે ત્યરે આ લોકો આ પાણીનો સંગ્રહ પોતાના માટે કરે કે પછી પશુઓ માટે. ગામમાં પાણી માટે નળ નાખવામાં આવ્યા છે પણ તે માત્ર શોભાના ગાઠીયા સમાન જ છે. ગામમાં આવેલા દરેક ઘરની આગળ ઊંડા ખાડા કરીને મુકવામાં આવ્યા છે અને તેમાં નળ નાખેલા છે, પણ તે નળમાં પાણી નથી આવતું.

ગામના લોકો છેલ્લા ૨  વર્ષથી આ જ રીતે દુર દુરથી પાણી લાવવા માટે મજબુર બન્યા છે. દરેક ઘરમાં નાની દીકરીઓ હોય કે પછી ઘરડા બા, તમામ લોકોને પાણી લાવવા માટે માથે બેડા મુકીને જ લઈ આવવુંપડે છે ત્યારે જ તેમના ચૂલે જમવાનું બને છે. આ લોકો વર્ષોથી રાહ જોઇને બેઠા છે કે કોઈ આવે અને તેમને પાણી માટે કઈક સુવિધા કરી આપે. 

ન્યુ ગુજરાતી ન્યુઝે તેમની મુલાકાત લીધી, તેમની સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે ગામમાં સરપંચ (Sarpanch) પણ સાંભળવા તૈયાર નથી. અમારી સામે જ જયારે તેમણે સરપંચને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સરપંચે  ફોન જ ના ઉપાડ્યો, ત્યાં સમસ્યાનો ઉલેક લાવવાની વાત તો ક્યાય રહી. 

હવે આ લોકોને શું ક્યારેય પાણી મળશે કે પછી આ ઉનાળો પણ તેમને આમ જ કાઢવાનો રેહશે તે તો હવે કોને ખબર. પરંતુ તંત્રને આ ગરીબ જનતાના આંખોના આસું શું નથી દેખાતા કે પોતે એસી કેબીનોમાં બેસીને માત્ર મોટી મોટી વાતો કરવી છે અને વિકાસના મોડલને માથે ચડાવવું છે. વિકાસ તો દેશમાં ત્યારે થશે જયારે આ લોકોને સામાન્ય વપરાશનું પાણી પુરતું મળી રેહશે.