Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દેશભરમાં અત્યારે દિવાળીની ધૂમધામ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ તહેવારોની સિઝન દરમિયાન ટ્રેનની ટિકિટ માટે પણ  ભારે પડાપડી થઇ રહી છે.

દેશભરમાં અત્યારે દિવાળીની ઉજવણીઓ થઈ રહી છે. ત્યારે આ તહેવારોની સિઝન દરમિયાન ટ્રેનની ટિકિટો માટે પણ ભારે પડાપડી થતી જોવા મળી રહી છે. આને ધ્યાનમાં રાખતા ભારતીય રેલ્વેએ નવી દિલ્હી અને પટના રૂટ વચ્ચે સ્પેશ્યલ વન્દે ભારત ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન દિવાળી અને છઠ્ઠના તહેવારો માટે ખાસ ચાલુ કરવામાં આવી છે.

દિવાળી અને છઠ્ઠ દરમિયાન મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખી રેલવેએ સ્પેશ્યલ વન્દે ભારત ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી પટના વચ્ચે ચાલી રહી છે અને આ ટ્રેન કુલ 900 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેન ભારતની સૌથી લાંબી અંતરની વંદે ભારત ટ્રેન છે જે 11 કલાક અને 35 મિનિટમાં 900 કિલોમીટરથી વધુ અંતર કાપશે.

નવી દિલ્હી અને પટના વચ્ચે ચાલતી આ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે તેમ નિર્ણય કરવામાં આવ્યો છે. નવી દિલ્હીથીટ્રેન 11 નવેમ્બર, 14 નવેમ્બર અને 16 નવેમ્બરના રોજ દોડશે. જ્યારે ટ્રેન પટના અને દિલ્હી વચ્ચે 12, 15 અને 17 નવેમ્બર વચ્ચે વિશેષ વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે.

નવી દિલ્હી પટના વંદે ભારત ટ્રેનમાં કુલ 16 કોચની વ્યવસ્થા કરવામાં આવી છે જેને બે વર્ગ એસી ચેર કાર અને એક્ઝિક્યૂટિવ ચેર કારમાં વહેંચણી કરવામાં આવ્યા છે. નવી દિલ્હી પટના વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી કાનપુર સેન્ટ્રલ થઈ દોડશે અને પ્રયાગરાજ, દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, અરાહ થઈ પટના પહોંચશે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. પરત ફરતી વખતે પણ ટ્રેનનો રૂટ એક સરખો જ રહેશે.

સ્પેશ્યલ વન્દે ભારત નવી દિલ્હીથી સવારે 7.35 વાગ્યે ઉપડશે અને સાંજે 19.00 વાગ્યે પટના પહોંચશે તેમ આયોજન કરવામાં આવ્યું છે. અને પટનાથી સવારે 7.30 વાગ્યે ઉપડશે અને સાંજે 19.00 વાગ્યે દિલ્હી પહોંચશે.

આ પણ વાંચો : દિલ્હી-NCRમાં વરસાદ પછી પ્રદૂષણ ઘટ્યું, હવાની ગુણવત્તા હજુ પણ પ્રદૂષિત