Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજીએ અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે. 2023માં 146મી રથયાત્રા નીકળશે. આ માટે હાલ ભગવાન જગન્નાથજી, ભાઈ બલબદ્ર અને બહેન સુભદ્રાજી માટે ત્રણેય નવા રથનું નિર્માણ થઈ રહ્યું છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંદિરની પરંપરા પ્રમાણે નવા રથની સાઈઝ, રથ નિર્માણ માટે  સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ  80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવશે. રથ બનાવવામાં અંદાજીત ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જૂના રથ કરતા નવા રથમાં થોડો ફેરફાર કરાયો છે. રથ બનાવવા માટે સાગના લાકડાના તેમજ પૈડા બનાવવા માટે સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રચનામાં થોડો ફેરફાર કરાયો છે, નવા રથ એકવાર બન્યા પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણે મજબૂતાઈથી બનાવવામાં આવી રહ્યા છે.