Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સુરત મહાનગરપાલિકાના નવા વિસ્તાર એવા પુણા અને પાલ વિસ્તારમાં પાલિકા દ્વારા નવી બે સુમન સ્કુલ શરૂ કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. તમામ સુવિધાઓ સાથે 14 કરોડના ખર્ચે બે સ્કુલ શરૂ કરવામા આવશે. આ નવી બે સ્કુલ શરૂ થતાં આવિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઘર નજીક માધ્યમિક શિક્ષણ મળી રહેશે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 1 થી 8નું પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. ત્યારપછી માધ્યમિક શિક્ષણ પાલિકાની જવાબદારી ન હોવા છતાં પાલિકા ધોરણ 10 સુધી શિક્ષણ આપવા માટે સુમન સ્કુલ ચલાવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પાલિકાની સુમન સ્કુલ આર્શિવાદરૂપ છે. હાલમાં સુરત પાલિકા જુદા જુદા વિસ્તારમાં 23 જેટલી સુમન સ્કુલ ચલાવી રહી છે અને તેમાં 13 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

સુરતના વિસ્તાર અને વસતી વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સતત સુમન સ્કુલ શરૂ કરવા માટેની માગણી થઈ રહી છે. તેના કારણે હાલમાં સુરત પાલિકાએ ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં સુમન સ્કુલ શરૂ કરી છે.  દર વર્ષે સુમન શાળામાં એડમિશન માટેના ઘસારાને ધ્યાને રાખીને આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા વધુ બે સુમન શાળાઓ બનાવવા આયોજન કર્યું છે. જેમાં સુરત પાલિકાના વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં 6.44 કરોડના ખર્ચે તથા રાંદેર ઝોનમા પાલ વિસ્તારામં 7.65 કરોડના ખર્ચે નવી બે સ્કુલ શરૂ કરવા દરખાસ્ત રજુ કરવામાં આવી રહી છે. જેના પર ગુરૂવારની સ્થાયી સમિતિ સમક્ષ નિર્ણય કરાશે.

આ પણ વાંચો: વડોદરાના વારસિયા વિસ્તારમાં 30 વર્ષ જૂની ગેસ પાઇપ લાઇનો બદલવાની કામગીરી શરૂ